Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલા નાગરિક બેંક ચૂંટણી માટે મતદાન શરૂ:71 વર્ષ જૂની બેંકમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત 27 ઉમેદવાર મેદાનમાં

    10 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં 71 વર્ષ જૂની નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. કુલ 13,726 સભાસદો પોતાના ડિરેક્ટરોને ચૂંટવા માટે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં કુલ 27 ઉમેદવારો મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 11 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત 11 ઉમેદવારો મેન્ડેટ વગર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત, 5 અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકસભા, વિધાનસભા અને નગરપાલિકા ચૂંટણીઓ બાદ હવે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ પણ રાજકીય રીતે રસપ્રદ બની રહી છે. સાવરકુંડલા શહેરમાં નાગરિક બેંકની ચૂંટણીને કારણે વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરો વહેલી સવારથી જ પોતાના ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરાવવા માટે સક્રિયપણે દોડધામ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    16 વર્ષથી ફરાર આરોપી જયપુરથી ઝડપાયો:ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સથી પકડ્યો
    Next Article
    લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13:મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એકે ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, બે દિવસમાં પાંચના મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment