Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લબ 71 જિમના સંચાલક સામે યુવતીઓને બ્લેકમેલ કરવાનો આક્ષેપ:નજીકના સંબંધો કેળવી યુવતીઓના અંગત ફોટા- વીડિયો મેળવ્યાં; બે જીમ અને ઓફિસ સીલ, વીજ કનેક્શન પણ કપાયું

    1 day ago

    સુરેન્દ્રનગર શહેરમાં ‘ક્લબ 71’ જિમ સંચાલક અમીન મુલતાની સામે યુવતીઓ સાથે નજીકના સંબંધો કેળવી તેમના અંગત ફોટા- વીડિયો મેળવ્યાં બાદ યુવતીઓને બ્લેકમેલિંગ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. જે મામલે પોલીસે અને તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. તંત્રની ટીમે ટીબી હોસ્પિટલ રોડ અને 80 ફૂટ રોડ પર આવેલા ‘ક્લબ 71’ના બે જિમ તેમજ સંબંધિત ઓફિસને સીલ કરાયું છે. તેમજ PGVCLની ટીમે સ્થળનું વીજ કનેક્શન પણ કાપી નાખ્યું છે. જ્યારે જીમ સંચાલકની અટકાયત કરાઈ હોવાનો દાવો છે. વોટ્સએપ ચેટ અને પેનડ્રાઇવ સહિત ડિજિટલ સામગ્રીની તપાસ પોલીસ તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ, પેનડ્રાઇવ તેમજ જિમમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજ સહિતની ડિજિટલ સામગ્રી કબજે કરાઈ છે. પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ASP અને PSI સહિતની પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ કરી છે. સંચાલકની અટકાયતની સાથે જિમ સાથે સંકળાયેલા કેટલાક લોકોની પણ પૂછપરછ કરાઈ છે. સમગ્ર મામલે કેટલા લોકોની સંડોવણી છે, તેમજ કેટલા સાથે સંપર્ક કરાયો હતો અને ડિજિટલ સામગ્રીમાં શું સામે આવે છે તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડસ યુનિવર્સિટીમાં સ્વ-રક્ષણ સત્ર યોજાયું:'અનલૉક' થી વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સુરક્ષા, આત્મવિશ્વાસ અને જાગૃતિ કેળવવાનો ઉદ્દેશ
    Next Article
    નારોલની રાહે સ્કૂલ માં ગાંધીજી નો જન્મદિવસ ઉજવાયો:વિદ્યાર્થીઓએ ચિત્રો બનાવ્યા અને શિક્ષકોએ તેમના જીવન વિશે સમજાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment