Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમીના દુદાખાના તલાટી રૂ. 70,000ની લાંચ લેતા ઝડપાયા:તળાવની માટી ઉઠાવવાના ઠરાવ બદલ લાંચ માગી હતી, ACBએ છટકું ગોઠવી ઝડપ્યાં

    13 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાની દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીર રાયસંગ ઠાકોરને ACBએ 70,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. 14 એપ્રિલ, 2026ના રોજ શંખેશ્વર ખાતેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા હોવાથી તેમને પુરણ કામ માટે માટીની જરૂરિયાત હતી. આ માટે તેમણે દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીર ઠાકોરનો સંપર્ક કર્યો હતો. તલાટીએ તળાવમાંથી માટી લઈ જવા માટે જરૂરી પંચાયતનો ઠરાવ કરી આપવા બદલ 70,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એ.સી.બી.એ શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન, આરોપી તલાટીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 70,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી લીધા હતા. એ.સી.બી.એ લાંચની તમામ રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કાર્યવાહી પાટણ એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી અને તેમની ટીમ દ્વારા મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ તથા નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    KKRનું કમબેક, બોલર્સે બેટરને રોક્યા!:સરફરાઝ ખાનને નારાયણે બોલ્ડ કર્યો, ડેવાલ્ડ બ્રેવિસની લડત ચાલુ; CSKના ચાર પ્લેયર પેવેલિન ભેગા
    Next Article
    ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પરિસંવાદ:'મહામાનવ'ના વિચારો પર ચર્ચા, સમાનતા અને ન્યાયના મૂલ્યો મજબૂત કરવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment