Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદાને 7000 કિલોનો 'હનુમાન લાડુ' અર્પણ:અટલ આશ્રમમાં 50 રસોઈયાએ 48 કલાકની મહેનતે તૈયાર કર્યો પ્રસાદ; સુરતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાડુ

    4 days ago

    ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે તેની ભક્તિ અને ભવ્યતા માટે પણ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતના પાલ વિસ્તારમાં સ્થિત અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની અનોખી અને રેકોર્ડબ્રેક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાદાને પ્રસાદ રૂપે 7000 કિલોગ્રામનો વિશાળ લાડુ અર્પણ કરવામાં આવ્યો છે, જે સુરતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો લાડુ હોવાનું માનવામાં આવે છે. કેવી રીતે તૈયાર થયો આ મહાપ્રસાદ? આ વિશાળ લાડુ કોઈ સામાન્ય રીતે તૈયાર થયો નથી, તેની પાછળ દિવસ-રાતની મહેનત અને ચોકસાઈ રહેલી છે. આ લાડુને આકાર આપવા માટે 12 ફૂટના રાઉન્ડમાં 6 ફૂટ ઊંચાઈ ધરાવતી ખાસ લોખંડની ફ્રેમ તૈયાર કરવામાં આવી હતી. વિશાળ લાડુના દર્શન કરવા માટે વહેલી સવારથી ભારે ભીડ અટલ આશ્રમ ખાતે હનુમાન દાદાને આ ભવ્ય લાડુનો ભોગ ધરાવ્યા બાદ, તેને ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આકર્ષક અને વિશાળ લાડુના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. આશ્રમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે આ પ્રસાદ શહેરના ખૂણે-ખૂણે પહોંચે અને હજારો ભક્તો આ મહાપ્રસાદનો લાહવો લઈ શકે. હાલમાં આશ્રમ પરિસરમાં 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને પ્રસાદ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 'ભારતનો સૌથી મોટો લાડુ હનુમાનજીને ભોગ તરીકે અર્પણ કરાયો' બટુકગીરી મહારાજએ જણાવ્યું હતું કે, આ લાડુ બનાવવાની શરૂઆત 2004થી કરવામાં આવી હતી. ધીરે ધીરે આ લાડુનો વિસ્તાર વધારતા વધારતા 2026ના વર્ષમાં આજે હનુમાન જયંતી નિમિત્તે ભારતનો સૌથી મોટો લાડુ ભગવાન હનુમાનજીને ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવામાં 3000 કિલો ખાંડ, 2000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા ઘી અને તેલ તેમજ 300 કિલો સૂકો મેવો અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાડુ બનાવવાની તૈયારી 30 તારીખે સવારે 10 વાગ્યાથી શરૂ કરીને 1 તારીખની મધ્યરાત્રિએ 1 વાગ્યા સુધી ચાલી હતી.
    Click here to Read More
    Previous Article
    બેભાન કરવાના 12 ‘ટર્મિન’ ઇન્જેક્શનની ચોરી:સનરાઈઝ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી અજાણ્યા શખસે ફ્રીજમાંથી 24 હજારના કિંમતના ઇન્જેક્શન ચોરી કરી
    Next Article
    Opinion: In Data: How US-Iran War Changed Entirely After First 48 Hours? What Strike Patterns Reveal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment