Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં વનસ્પતિ ઘી ભેળવેલું 7000થી વધુ લિટર દૂધ ઝડપાયું:120 કિલો વનસ્પતિ ઘી-15 કિલો દૂધ પાવડર જપ્ત, હ્રદય રોગને ખુલ્લું આમંત્રણ, આમ ઓળખો અસલી છે કે નકલી

    5 days ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સ્ટેટ મોટનીટરીંગ સેલે સ્થાનિક પોલીસના નાક નીચે ભેળસેળવાળું દૂધ બનાવતી ડેરી પર રેડ કરીને હજારો લિટર શંકાસ્પદ દૂધ ઝડપી પાડ્યું છે. SMCની ટીમે હરિપર ગામે 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધનો નાશ કર્યો છે અને સાથે સ્થળ પરથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યો છે. આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે, જે આ શંકાસ્પદ દૂધને અસલી દૂધ તરીકે વેચવાની ફિરાકમાં હતા. 6 શખ્સોના ઘરે અને આસપાસની ડેરીમાં રેડ SMCની ટીમે હરિપર ગામે રહેતા અટકાયત કરાયેલા 6 શખ્સોના ઘરે અને તેમના ઘરની આસપાસ ડેરીઓમાં રેડ કરી હતી. રેડ દરમિયાન 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધ ઝડપી પાડવામાં આવ્યું હતું. રેડ દરમિયાન ઝડપાયેલા દૂધમાંથી ફૂડ સેફટી ઓફિસરે નમૂના લઈને FSLમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે, જ્યારે 7150 લિટર શંકાસ્પદ ભેળસેળવાળા દૂધનો પર્યાવરણને નુકસાન ન થાય એવી જગ્યાએ નાશ કરવામાં આવ્યો છે. ભેળસેળવાળા દૂધની નદીઓ વહી પાંચ પિકઅપ વાહનોમાં આશરે 50થી વધુ કેન ભરીને આ 7150 લિટર શંકાસ્પદ દૂધ નાશ કરવા માટે લાવવામાં આવ્યું હતું. આ તમામ કેનમાંથી શંકાસ્પદ દૂધ ઢોળીને નાશ કરતાં આ જગ્યાએ નકલી દૂધની નદી વહી હોય એવા દૃશ્યો સર્જાયા હતા. હરિપર ગામના આ 6 શખ્સોની અટકાયત વનસ્પતિ ઘી અને દૂધના પાવડરના મિશ્રણથી નકલી દૂધનું પ્રોડકશન ઘટનાસ્થળેથી 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે, જેના મિશ્રણથી આ ભેળસેળવાળું દૂધ બનાવવામાં આવતું હતું. આ ઉપરાંત અન્ય કોઈ પ્રવાહી કે કેમિકલનો ઉપયોગ થતો હતો કે નહીં તેનો ઘટસ્ફોટ FSL રિપોર્ટમાં થશે. હાલ SMC આગળની કાર્યવાહી કરવા માટે FSL રિપોર્ટની રાહમાં છે. ભેળસેળવાળું દૂધ પીવાથી આરોગ્યને ગંભીર નુકસાન ભેળસેળવાળું દૂધ પીવાથી મનુષ્યના આરોગ્યને ટૂંકા ગાળે અને લાંબા ગાળે શરીરને ઘણા ગંભીર નુકસાન અને સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે. આવા દૂધમાં રહેલી ભેળસેળવાળી વસ્તુઓ દરેક માટે નુકસાનકારક છે, પરંતુ કેટલાક લોકોમાં તેની અસર ઝડપથી અને વધુ ગંભીર બની શકે છે. આવું દૂધ પીવાથી પેટમાં દુખાવાથી લઈને કિડની અને લીવરને અસર થઈ શકે છે અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. ગંભીર કિસ્સાઓમાં હૃદયરોગ સુધીની પણ તકલીફ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    UPSC CSAT Prelims Exam 2026: कठिन आ गया Question Paper? Answer Key से पहले Memes Viral | Social List
    Next Article
    'રૂપિયા નહીં આપો તો ટાર્ગેટ લોક થઈ જશે':હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની કંપની પાસે 25 લાખની ખંડણી માગી, શેરબજારમાં 20 લાખનું નુકસાન થતાં પૂર્વ કર્મચારીનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment