Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિર દાન ચોરી- 70 ઘટનાઓ CCTVમાં કેદ:ગણતરી કરનારા ખિસ્સા અને બૂટમાં નોટોની થપ્પીઓ છુપાવતા દેખાયા, અનિલ મિશ્રા બેદરકાર રહ્યા- SIT રિપોર્ટ

    9 hours ago

    અયોધ્યાના રામમંદિરના દાનની ચોરીના કેસમાં ટ્રસ્ટની બેઠક અને ચંપત રાય-અનિલ મિશ્રાના રાજીનામા પછી સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો પ્રાથમિક અહેવાલ પણ સામે આવ્યો. આ રિપોર્ટ મુજબ 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે CCTVમાં લગભગ 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ. ફૂટેજમાં પોલીસની પકડમાં આવેલા 8 આરોપીઓ નોટોની થપ્પીઓ ખિસ્સા અને જૂતામાં છુપાવતા જોવા મળ્યા. SITએ ડૉ. અનિલ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. SITએ કહ્યું કે અગાઉથી બનાવેલી તલાશીની સિસ્ટમમાં રહેલી ખામીઓ માટે અનિલ મિશ્રા જ જવાબદાર છે. ચંપત રાયનો ડ્રાઈવર ટિન્નુ કોઈ પણ આદેશ વિના ગણતરીવાળા રૂમની ચાવી પોતાની પાસે રાખતો હતો. એટલું જ નહીં તેણે ભલામણ કરીને પોતાના ભત્રીજા મનીષ યાદવને દાનની ગણતરીના કામમાં લગાવ્યો હતો. રામમંદિરના ચઢાવાની ચોરીની તપાસ માટે યુપી સરકારે SIT બનાવી હતી. ટીમે 23 જૂને પોતાનો પ્રારંભિક અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. SIT ના પ્રાથમિક અહેવાલની મુખ્ય વાતો… રિપોર્ટમાં ખુલાસો- 6 આરોપીઓ સીધા ચોરીમાં સામેલ હતા SIT અનુસાર, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડેય અને રમાશંકર મિશ્રા પ્રથમ દ્રષ્ટિએ જ સંડોવાયેલા જણાયા હતા. સીસીટીવી ફૂટેજ, જપ્તી અને બેંક ખાતાઓની તપાસમાં તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. રિપોર્ટમાં આ બધા વિરુદ્ધ ચોરી, ગુનાહિત વિશ્વાસભંગ, ગુનાહિત દુરુપયોગ, ચોરીની મિલકત રાખવા, ષડયંત્ર સહિતની અનેક કલમો હેઠળ કેસ દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે. SITના રિપોર્ટના આધારે જ ટ્રસ્ટી કૃષ્ણ મોહને કેસ દાખલ કરાવ્યો હતો. બાદમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હવે બધા જેલમાં છે. અવિનાશ પાસેથી 20.39 લાખ રોકડા, 1121 ડોલર અને કાર મળી પોલીસ સૂત્રો અનુસાર, એક આરોપી અવિનાશે આ વાત કબૂલી છે કે તેણે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો પર 19 લાખ રૂપિયા ખર્ચ કર્યા. તેણે એક ભાઈના લગ્નની ઉજવણી માટે લગભગ 6 લાખ ખર્ચ કર્યા. બીજા ભાઈને 5 લાખ આપ્યા. 3.5 લાખની કાર પણ ખરીદી. અવિનાશે એક મિત્રને લગભગ 2.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને તે જ વ્યક્તિને એક મોંઘો મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો. ભાઈ અભિષેક શુક્લાના નામે 2024માં ખરીદવામાં આવેલી જમીનની તપાસ કરી રહ્યા છે. પૈસાની વસૂલાત માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શુક્લા પાસેથી અત્યાર સુધીમાં કુલ 20.39 લાખ રોકડા, 1121 અમેરિકી ડોલર, સોનાના દાગીના, ચાંદીના આભૂષણો પણ મળ્યા છે. હુંડીઓની ચાવીઓ લેખિત આદેશ વિના ટિન્નુ પાસે મળી એસઆઈટીએ તેના રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસે કોઈ ઔપચારિક લેખિત આદેશ વિના મંદિરની હુંડીઓની ચાવીઓ અને પહોંચ સંબંધિત વ્યવસ્થાનું નિયંત્રણ હતું. રિપોર્ટ અનુસાર, આ જ વ્યક્તિની ભલામણ પર મનીષ કુમાર યાદવને ગણતરીના કાર્યમાં લગાડવામાં આવ્યો, જે પાછળથી ચોરીના કેસોમાં સંડોવાયેલો જોવા મળ્યો. એસઆઈટીએ તેને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ચૂક ગણી છે. પગાર 20 હજાર, બેંક ખાતાઓમાં લાખો જમા, આવક કરતાં વધુ લેણદેણની પણ તપાસ તપાસમાં આરોપીઓ અને તેમના પરિવારજનોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી. એસઆઈટી અનુસાર, આ કર્મચારીઓનો માસિક પગાર આશરે 20 હજાર રૂપિયા હતો, પરંતુ તેમના ખાતાઓમાં મોટી માત્રામાં રોકડ જમા, એફડી, અન્ય લેણદેણ મળ્યા, જે તેમની જાહેર કરેલી આવક સાથે મેળ ખાતા નથી. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચોરીની રકમ બેંક ખાતાઓ અને સંપત્તિઓમાં ખપાવવામાં આવી હોઈ શકે છે. આની પણ વિસ્તૃત તપાસની ભલામણ કરવામાં આવી છે. રામમંદિર ટ્રસ્ટની બેઠક સંબંધિત 2 તસવીરો… SITએ રિપોર્ટમાં લખ્યું- તપાસ હજુ ચાલુ છે, ઘણા ખુલાસા કરવાના બાકી છે SIT એ કહ્યું છે કે આ ફક્ત પ્રારંભિક તપાસ રિપોર્ટ છે. દેખરેખમાં થયેલી ચૂક, અધિકારીઓની જવાબદારી, વ્યવસ્થાની ખામીઓ, અન્ય લોકોની સંભવિત ભૂમિકા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવાના ઉપાયોની તપાસ હજુ ચાલુ છે. આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત પરિણામો અને ભલામણો અંતિમ રિપોર્ટમાં સરકારને સોંપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    West Bengal baruipur-rape-murder-mob-lynching
    Next Article
    આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ:ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય, રાજ્યના 8 તાલુકા હજી પણ કોરાધાકોડ, ભાવનગરમાં રાત્રે દોઢ કલાકમાં ચાર ઈંચ વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment