Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ:ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય, રાજ્યના 8 તાલુકા હજી પણ કોરાધાકોડ, ભાવનગરમાં રાત્રે દોઢ કલાકમાં ચાર ઈંચ વરસાદ

    16 hours ago

    ગુજરાત પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ તરફથી પાંચ જિલ્લામાં અત્યંત ભાર અને ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈ આવી ગઈ હોવા છતા રાજ્યના 8 તાલુકા એવા છે કે જ્યાં હજી વરસાદ પડ્યો જ નથી. જેમાં 6 તાલુકા કચ્છ જિલ્લાના છે. સોમવારે રાજ્યમાં 160થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડના વાપીમાં સાડા સાત ઈંચ, સુરત શહેરમાં 5 અને કામરેજમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો.સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા શહેરીજનો પરેશાન જોવા મળ્યા હતા. ગુજરાત પર 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય હવમાન વિભાગ મુજબ હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો પ્રેશર (ડિપ્રેશન) સહિતની 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ્સની સંયુક્ત અસરને કારણે આગામી દિવસોમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. 268માંથી આ 8 તાલુકા હજીપણ કોરાધાકોડ ગુજરાતમાં સિઝનનો 17 ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. 268માંથી 260 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પરંતુ, કચ્છ જિલ્લાના અબડાસા,ભચાઉ, ગાંધીધામ,લખપત, માંડવી,મુન્દ્રા, નખત્રાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકો કોરાધાકોડ રહ્યો છે. સુરતમાં મનપાના પાપે હજારો લોકો પરેશાન થયા સુરત શહેરમાં સોમવારે પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકતા મહાનગરપાલિાકના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી ગઈ હતી. શહેરના રસ્તાઓ જાણે નદી બન્યા હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ઓફિસેથી પરત ફરતા કર્મચારીઓ અને શાળાએથી પરત ફરતા વિદ્યાર્થીઓ રસ્તા પર ફસાયા હતા. શહેરમાં કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા તો કેટલાક વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. રાંદેર વિસ્તારમાં વીજકરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા હતા. માંગરોળમાં મેઘવિરામ બાદ પણ અનેક ગામ સંપર્કવિહોણા માંગરોળમાં 3 દિવસ પહેલા વરસેલા 40 ઈંચ જેટલા વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જૂનાગઢ ઘેડ પંથકમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાણી ફરી વળતા ખેતરો તળાવમાં ફેરવાયા હતા અને અનેક ગામોનો સંપર્ક કપાયો હતો. મુંબઈમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર પડી સોમવારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તેમજ વલસાડ જિલ્લાને અડીને આવેલા રેલવે રૂટ પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ખાસ કરીને પાલઘર રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે અનેક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા હતો.જેમાં કુલ 16 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે 15 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 26 ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને તેમને મોડી દોડાવવામાં આવી હતી અને 13 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર દાન ચોરી- 70 ઘટનાઓ CCTVમાં કેદ:ગણતરી કરનારા ખિસ્સા અને બૂટમાં નોટોની થપ્પીઓ છુપાવતા દેખાયા, અનિલ મિશ્રા બેદરકાર રહ્યા- SIT રિપોર્ટ
    Next Article
    ચોંકાવનારા ખુલાસો:કેતનની હત્યા કરવા માટે સિયાએ રાજા રઘુવંશી હત્યા કેસનો અભ્યાસ કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment