Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલ ખાતે દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષા ષષ્ઠીપૂર્તિ વર્ષની ઉજવણી:દેશ-વિદેશમાં 70 ગુરુકુલ શાખાઓ અને 39,500 વિદ્યાર્થીઓનું શિક્ષણ અને સંસ્કાર ઘડતર

    8 hours ago

    સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે રાજકોટ ગુરુકુલ સંસ્થાનના 275 સાધુઓ અને લાખો ભક્તોના ગુરુસ્થાને વિરાજતા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષાના 60 વર્ષ (ષષ્ઠીપૂર્તિ વર્ષ) નિમિત્તે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચાતુર્માસ સમાપન પ્રસંગે પ્રાતઃકાળે ભગવાનને પંચામૃત તથા વિવિધ ફળોના રસથી અને સાયંકાળે ફૂલપાંખડીઓથી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ અભિષેક કર્યો હતો. આ અવસરે 3500થી વધુ ભક્તો, 35 સંતો અને 700 વિદ્યાર્થીઓએ ચાતુર્માસના નિયમો ભગવાનના ચરણે સમર્પિત કરી સ્વામીશ્રીના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. સભામાં સ્વામીજીના જીવન અને કાર્યોની ઝાંખી કરાવતાં શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનો જન્મ 30 સપ્ટેમ્બર, 1946ના રોજ મોરબી જિલ્લાના વેજલપર ગામે થયો હતો અને તેમનું પૂર્વાશ્રમનું નામ દેવજીભાઈ કૈલા હતું. જૂન 1960માં રાજકોટ ગુરુકુલમાં પ્રવેશ મેળવી અભ્યાસ કર્યા બાદ તેઓ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના આજીવન સેવક બન્યા હતા. નવેમ્બર 1966માં પ્રબોધની એકાદશીએ વડતાલ ધામમાં આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી ‘સાધુ દેવકૃષ્ણદાસ’ નામ આપ્યું હતું. 1988માં ગુરુદેવ અક્ષરધામ સિધાવ્યા બાદ સ્વામીજીએ સંસ્થાનનો કાર્યભાર સંભાળ્યો હતો. આજે તેમની નિશ્રામાં ગુજરાતમાં 30, અન્ય રાજ્યોમાં 21 તેમજ અમેરિકા (11), લેટિન અમેરિકા (3), કેનેડા (2), લંડન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત વિદેશોમાં મળીને કુલ 70 સંસ્થાઓ કાર્યરત છે. ભારતમાં 39,500 વિદ્યાર્થીઓ સુસંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં 120 બ્રહ્મકુમારો નિઃશુલ્ક વેદાધ્યયન કરે છે અને 700 વિદ્યાર્થીઓ રોજના માત્ર રૂ. 1ના લવાજમમાં ભણે છે. દર વર્ષે રૂ. 50 લાખની શિષ્યવૃત્તિ અપાય છે તથા 2001ના ભૂકંપગ્રસ્ત ૫૫ ગામોમાં સ્કૂલ બિલ્ડિંગો પણ બાંધવામાં આવ્યા છે. 1991થી રાજકોટ, અમરેલી અને સુરતની ગુરુકુલ હોસ્પિટલ દ્વારા 46 લાખથી વધુ દર્દીઓની સેવા, મોબાઈલ મેડિકલ વાન દ્વારા 7 લાખ દર્દીઓની સારવાર, 432 રક્તદાન કેમ્પમાં 65,000 બોટલ રક્ત એકત્રીકરણ અને 521 પશુ રોગ નિદાન કેમ્પમાં 5,25,390 મૂક પશુઓની સારવાર કરાઈ છે. સુરત ગુરુકુલમાં 29 વર્ષ (2,54,000થી વધુ કલાકો)થી અખંડ સ્વામિનારાયણ ધૂન ચાલે છે. સ્વામીજીએ પોતે 50 લાખ મંત્રલેખન કર્યું છે અને 23 પુસ્તકો લખ્યા છે. આજે 80 વર્ષની વયે પણ તેઓ દરરોજ ત્રણ કલાક મંત્રલેખન, કથા શ્રવણ અને દેશ-વિદેશમાં સત્સંગ વિચરણ કરી રહ્યા છે. સભાના અંતમાં સ્વામીશ્રીના સુદીર્ધાયુ સહ નિરામયતા ભગવાન પ્રદાન કરતાં રહે તેવી પ્રાર્થના સહુએ કરી હતી. ગુરુકુલ પરિવારના 3500 ઉપરાંત ભક્તો અને 35 સંતો તથા700 વિદ્યાર્થીઓએ ચાતુર્માસમાં લીધેલ નિયમ ભગવાનના ચરણે સમર્પિત કરાયા, એકાદશીના જાગરણની સમાપ્તિ કરેલ.
    Click here to Read More
    Previous Article
    ઓડિટ વિભાગનો ઓફિસર રૂ. 8 લાખની લાંચ લેતા ઝડપાયો:અમદાવાદથી જામનગર લાંચ લેવા પહોંચ્યોને એસીબીએ દબોચ્યો
    Next Article
    India vs Pakistan LIVE Score, Asia Cup Rising Stars LIVE Updates: Hasan Nawaz Targets Ton, Pak Put India Under Pressure

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment