Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનમાં 7 સપ્ટેમ્બરથી શરૂ થશે મહિલા T20 વર્લ્ડ કપ:1 ઓક્ટોબર સુધી ચાલશે; ભારતની મેચ UAEમાં યોજવાની તૈયારી

    7 hours ago

    પાકિસ્તાનમાં 7 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2028 સુધી મહિલા T20 વર્લ્ડ કપ રમાશે. 12 ટીમની આ ટુર્નામેન્ટની યજમાની પહેલી વાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મળી છે. પાકિસ્તાન ઇચ્છે છે કે ભારતની મેચને બાદ કરતાં ટુર્નામેન્ટની બાકીની મેચ તેના દેશમાં યોજાય. ભારતની મેચ UAEમાં યોજાઈ શકે છે. તેનું કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો રાજકીય તણાવ અને ICCનું હાઇબ્રિડ મોડલ છે. ભારતની મેચ UAEમાં શા માટે યોજાઈ શકે છે? ભારત નોકઆઉટમાં પહોંચે તો શું થશે? ભારત મહિલા ક્રિકેટની મજબૂત ટીમમાં સામેલ છે. તેથી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચના સ્થળો નક્કી કરતી વખતે ભારતના સેમિફાઇનલ અથવા ફાઇનલ સુધી પહોંચવાની સંભાવનાને પણ ધ્યાનમાં લેવી પડશે. અહેવાલો અનુસાર, PCB અધિકારીએ કહ્યું છે કે જો ભારત ફાઇનલમાં નહીં પહોંચે, તો ટાઇટલ મુકાબલો લાહોરમાં યોજાઈ શકે છે. 12 ટીમની ટુર્નામેન્ટમાં 10 સ્થાન નક્કી 2028 મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમ ભાગ લેશે. તેમાંથી આઠ ટીમે 2026 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં પોતાના પ્રદર્શનના આધારે સ્થાન નિશ્ચિત કર્યું છે. આ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે. યજમાન હોવાને કારણે પાકિસ્તાનને સીધી જગ્યા મળી છે. ICC મહિલા T20 રેન્કિંગમાં નક્કી કરાયેલી કટ-ઓફ તારીખે આયર્લેન્ડે પણ સ્થાન મેળવ્યું. બાકીની બે ટીમ 10 ટીમના ગ્લોબલ ક્વોલિફાયરથી આવશે. પહેલગામ હુમલા બાદ ક્રિકેટમાં પણ વધી અંતર ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ નવો નથી, પરંતુ એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ભારતે મે 2025માં ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ પણ વધ્યો. તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી. મેન્સ ટીમે હાથ ન મિલાવ્યો, મહિલા ટીમે પણ અપનાવ્યો આ જ વલણ પહેલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન મુકાબલાઓમાં હાથ મિલાવવાની પરંપરા પણ વિવાદનો વિષય બની ગઈ. સપ્ટેમ્બર 2025માં UAEમાં યોજાયેલા મેન્સ એશિયા કપમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ સમયે હાથ મિલાવ્યા નહોતા. મેચ પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા. સૂર્યકુમારે જીત પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. આ પછી ભારતીય મહિલા ટીમે પણ આ જ વલણ અપનાવ્યું. ઑક્ટોબર 2025માં શ્રીલંકાના કોલંબોમાં મહિલા વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ સમયે હાથ મિલાવ્યા નહોતા. 2028-29ના ક્રિકેટ કેલેન્ડરમાં બીજું શું?
    Click here to Read More
    Previous Article
    કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ બન્યા:જયવર્ધનેનું સ્થાન લેશે, છેલ્લા 16 વર્ષથી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા
    Next Article
    ઈરાને પાકિસ્તાનનો LPG સપ્લાય રોક્યો:એક સિલિન્ડર હવે 7000 રૂપિયામાં વેચાઈ રહ્યો; PAKની અડધી LPG જરૂરિયાત ઈરાનથી પૂરી થાય છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment