Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરંભડામાં જાહેરમાં જુગાર રમતા 7 ઝડપાયા:પોલીસે ₹80,860નો મુદ્દામાલ જપ્ત કર્યો

    6 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને મીઠાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹80,860નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આરંભડા ગામના ચોથા ફાટક નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળામાં રેઇડ કરવામાં આવી હતી.રેઇડ દરમિયાન જાહેરમાં જુગાર રમતા સાતેય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ આરંભડા, પોસીત્રા, સુરજકરાડી અને દ્વારકા વિસ્તારના રહેવાસીઓ છે. પોલીસે તેમની પાસેથી ₹55,860 રોકડા અને ₹25,000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિત કુલ ₹80,860નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જણાવ્યું છે કે જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લોકોને મોદીના સભા સ્થળ સુધી પહોંચાડવા 300 બસ રવાના:15,000 ફૂડ પેકેટ તૈયાર, જ્યુસની 30,000 બોટલ પણ બસોમાં મુકાઈ, આરોગ્ય વિભાગે ગરમીને લઈને ORSની પણ વ્યવસ્થા કરી
    Next Article
    40 ડિગ્રી ગરમી વચ્ચે ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું: VIDEO:ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી; રાજુલા પોલીસ-ફાયર ટીમો ઘટના સ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment