Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં દિલજીત દોસાંઝનો ફીવર, હોટલ-ફ્લાઈટ ભાડામાં 7 ગણા સુધીનો વધારો:દેશભરમાંથી યંગસ્ટર્સ નમો સ્ટેડિયમમાં કોન્સર્ટ માણવા આતુર, હોટલ રૂમનું ભાડું ₹35,000 સુધી ચૂકવવું પડશે

    7 hours ago

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ બેન્ડ 'કોલ્ડ પ્લે'ની ભવ્ય સફળતા બાદ ગુજરાતની ઓડિયન્સ હવે ગ્લોબલ અને લાર્જર-ધેન-લાઈફ મ્યુઝિક ઈવેન્ટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે. 21 નવેમ્બર, 2026થી 27 માર્ચ, 2027 દરમિયાન પંજાબી, બોલિવૂડ સિંગરના અમદાવાદ અને ગાંધીનગરમાં એક પછી એક લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યા છે. 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, જ્યારે 22 નવેમ્બરના રોજ રાજપથ ક્લબમાં પપોન (અંગરાગ મહંતા) અને સવાના પાર્ટી પ્લોટમાં દર્શન રાવલનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. આ કોન્સર્ટને લઈને દેશભરના શહેરોમાંથી મ્યુઝિક લવર અમદાવાદ આવી રહ્યા હોવાથી ફ્લાઈટ અને હોટલના ભાડામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોન્સર્ટના એક દિવસ પહેલાં અને કોન્સર્ટના દિવસે અમદાવાદ આવતા મુસાફરોને સામાન્ય દિવસોની સરખામણીએ ₹3,500 થી ₹8,000 ની ફ્લાઈટ ટિકિટના ₹17,000 થી ₹40,000 સુધી ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત હોટલના એક રૂમનું ભાડું ₹5,000 થી ₹13,000 ને બદલે ₹15,000થી 35,000 સુધી ચૂકવવું પડી શકે છે. '6 સીટના ભાડા બરોબર 1 સીટ મળી રહી છે': અંકિત બજાજ ચીકી ટ્રાવેલ એજન્સીના ઓનર અંકિત બજાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે એરફેર એટલું વધી ગયું છે કે, 6 સીટના ભાડા બરોબર 1 સીટ મળી રહી છે. અત્યારે કોન્સર્ટમાં આવતા લોકો સિવાય જે લોકો પોતાના ઘરે અથવા કોઇ બિઝનેસ મિટિંગ માટે આવી રહ્યા છે તેઓને પણ આ એરફેરનો ભોગ બનવું પડી રહ્યું છે. અત્યારે દરેક સિટી જેમ કે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ઈન્દોર વગેરે જગ્યાએ 7 સીટ બરાબર એક સીટ એટલે કે 6થી 7 ગણા ભાડા વધારી દેવામાં આવ્યા છે. 'આવી ઈવેન્ટોથી હોટલ ઈન્ડસ્ટ્રીને ઘણો મોટો લાભ': નરેન્દ્ર સોમાણી અમદાવાદની ધી ગ્રાન્ડ ભગવતી હોટલના ઓનર નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવી ઈવેન્ટોથી અમારી હોટલ ઈન્ડસ્ટ્રીને ઘણો મોટો લાભ થયો છે. 21મીએ દિલજીત દોસાંઝ અને 22મીએ પપોનનો શો યોજાઈ રહ્યો છે. આવા શોના કારણે બહારની પબ્લિક અમદાવાદ આવે છે. 'હોટલના રેગ્યુલર ભાડા બેથી ત્રણ ગણા વધી ગયા' આ ઉપરાંત ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને પણ ઘણો લાભ થાય છે. જે માણસ અહીં આવે છે તે આસપાસના ફરવાલાયક સ્થળોની પણ મુલાકાત લે છે. અત્યારે હોટલના રેગ્યુલર ભાડા બેથી ત્રણ ગણા વધી ગયા છે. 21 અને 22 તારીખના શોના કારણે ભાડા વધી ગયા છે. હાલની ઈવેન્ટો આ ઉપરાંત અગાઉ યોજાયેલી કોલ્ડ પ્લે, IPL ફાઈનલ જેવી ઈવેન્ટોના કારણે હોટલ ઈન્ડસ્ટ્રીને ઘણો બુસ્ટ મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે 9મો રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ:દવા વગરની કુદરતી ઉપચાર પદ્ધતિ, પાંચ મહાભૂતોના સંતુલનથી નિરોગી રહેવા માટેની ડો. હેતલે ટીપ્સ જણાવી
    Next Article
    ભાવનગર DRMએ ધોળાથી પોરબંદર રેલવે ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ કર્યું:ટ્રેક, પુલો અને લેવલ ક્રોસિંગની સ્થિતિ તપાસ કરી અધિકારીઓને સુચના અપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment