Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર:ભાવનગરમાં 7 PI-PSIની આંતરિક બદલી, બોરતળાવ PIને LCBનો ચાર્જ સોંપાયો, SP નિતેશ પાંડેયનો આદેશ

    7 hours ago

    ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર મહત્વના આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે આ ફેરબદલ અંતર્ગત જિલ્લાના 7 બિન-હથિયારી પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી જિલ્લામાં આંતરિક ફેર બદલીનો કરવામાં આવી છે, તેમજ બોરતળાવ પોલીસ સ્ટેશનના PI એચ.બી. ચૌહાણને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, બદલી થયેલ અધિકારીઓની યાદી એચ.કે. સોલંકી મહુવા ટાઉન પો.સ્ટે. ફરજ બજાવતા હતા તેને જગ્યાએ બદલી કરી વરતેજ પો.સ્ટે.મુકવામાં આવ્યા છે, આર.ડી. રબારીને ગારીયાધાર પો.સ્ટે. ફરજ બજાવતા હતા તેને પાલીતાણા ટાઉન પો.સ્ટે. મુકવામાં આવ્યા છે, આર.જે.ગોર લીવ રિઝર્વ ફરજ બજાવતા હતા તેને સોંનગઢ પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે, જે.આર.દેસાઇ સોંનગઢ પો.સ્ટે. ફરજ બજાવતા હતા તેને સિહોર પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે, કે.એ.ગઢવી સિહોર પો.સ્ટે. ફરજ બજાવતા હતા તેને બોરતળાવ પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે, બી.એમ. કરમટા પાલીતાણા ટાઉન પો.સ્ટે. ફરજ બજાવતા હતા તેને મહુવા ટાઉન પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે, એસ.બી. મુસાર પાલીતાણા ટાઉન પો.સ્ટે.ફરજ બજાવતા હતા તેને ગારીયાધાર પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે, તેમજ PSI એસ.બી.મુસાર ને ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર (ઈ.ચા.PI) તરીકે ફરજ બજાવશે. જેમાં બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણની બદલી કરીને તેઓને LCB શાખા ખાતે 'લીવ રિઝર્વ એટેચ' તરીકે મૂકવામાં આવ્યા છે, જેમાં લઠ્ઠા કાંડમાં એલસીબીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારથી આ જગ્યા ખાલી હતી,જયારે SOG પોલીસ ઇન્ચાર્જ પી.સી. શિંગરખીયાને LCB શાખાના વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સબંધિત અધિકારીને બદલીવાળી નવી જગ્યા પર તાત્કાલિક હાજર થઈ, હાજર થયા અંગેનો રિપોર્ટ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોકલી આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    BRICS 2026: PM मोदी के ट्रांसलेटर सिद्धार्थ बाबू क्यों हैं खास, क्या पढ़ाई की है?
    Next Article
    30,000 વિદ્યાર્થીઓની નવરાત્રી બગડશે:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચોથા નોરતાથી UG સેમેસ્ટર-5ની પરીક્ષાઓ જાહેર કરાઈ, છાત્રોમાં રોષની લાગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment