Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30,000 વિદ્યાર્થીઓની નવરાત્રી બગડશે:રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચોથા નોરતાથી UG સેમેસ્ટર-5ની પરીક્ષાઓ જાહેર કરાઈ, છાત્રોમાં રોષની લાગણી

    8 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે તેમાં અંડર ગ્રેજ્યુએશન એટલે કે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા નવરાત્રીના તહેવાર દરમિયાન ગોઠવવામાં આવતા રોસ જોવા મળી રહ્યો છે. UG સેમેસ્ટર - 5 ના અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી શરૂ થઈ રહી છે જેથી આ કોલેજીયનોની આ વખતની નવરાત્રી બગડી તેવું કહી શકાશે. સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UG (અંડર ગ્રેજ્યુએશન) સેમેસ્ટર-5ની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાને લઈને મહત્વની તારીખો જાહેર કરવામાં આવી છે.પરીક્ષાર્થીઓ માટે નિયમિત ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ વિલંબિત ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર અને ખાસ વિલંબિત ફી સાથે 28થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ., બીએસ.સી., બીએસ. સી.આઇટી, બીએસ. સી. એચ. એસ., બી.એ.આઈ.ડી., બી.બી.એ., બી. સી. એ., બી.પી.એ., બી. આર. એસ., બી. એસ. ડબલ્યુ, એલ. એલ. બી., બી. ડિઝાઇન, બી. એ. અને બી.કોમ. એક્સટર્નલ સેમેસ્ટર - 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. આ ઉપરાંત બી. એસ. સી. એમ. એસ. સી. એ. પી.5,7,9, બી. એ. બી. એડ.5 અને 7, બી. એ. એલ. એલ. બી. આઈ. એન. ટી. સેમ.5,7,9 , બી. એચ. ટી. એમ.5 અને 7 ની પરીક્ષા લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવરાત્રી દરમિયાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષા હોય છે પરંતુ આ વખતે પરસોતમ મહિનો હોવાને કારણે આ પરીક્ષા દરમિયાન નવરાત્રી આવી રહી છે. 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા શેડ્યુલ મુજબ પરીક્ષા લેવાશે. કયા કોર્સની ક્યારથી પરીક્ષા કોર્સ - પરીક્ષા શરૂ થવાની તારીખ UG સેમ.5 - 14 ઓક્ટોબર,2026 UG અને PG સેમ.3 - 23 ઓક્ટોબર,2026 UG અને PG સેમ.1 - 27 નવેમ્બર, 2026 UG સેમ.6 - 23 માર્ચ, 2027 UG અને PG સેમ.4 - 1 એપ્રિલ, 2027 UG અને PG સેમ.2 - 12 એપ્રિલ, 2027
    Click here to Read More
    Previous Article
    ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર:ભાવનગરમાં 7 PI-PSIની આંતરિક બદલી, બોરતળાવ PIને LCBનો ચાર્જ સોંપાયો, SP નિતેશ પાંડેયનો આદેશ
    Next Article
    ટ્રેક્ટરે બાઇકચાલક યુવકનો જીવ લીધો:​બિહારથી માતાને એકલા મૂકીને કામ શોધવા આવેલા 24 વર્ષીય યુવકનું મોત, મેટોડા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment