Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં જાહેર જગ્યાએ જુગાર રમતા 7 ઝડપાયા:LCBએ કબ્રસ્તાન પાસે સિંધિ સ્કૂલ સામે રેડ કરી, ₹30,990 જપ્ત

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. જેના ભાગરૂપે, વેરાવળ શહેરમાં જાહેર જગ્યાએ જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹30,990 રોકડા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCBના પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે વેરાવળ શહેરમાં કબ્રસ્તાન પાસે આવેલી સિંધિ સ્કૂલ સામેની જાહેર જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં મોહનભાઈ જેન્તીલાલ મોતીવરસ (ઉં.વ.38), દીપક લક્ષ્મણભાઈ ચુડાસમા (ઉં.વ.38), વિજય ભાવેશભાઈ બુટિયા (ઉં.વ.42), હિતેશ વિક્રમભાઈ પરમાર (ઉં.વ.21), રાકેશ વિક્રમભાઈ પરમાર (ઉં.વ.35), અજય ભાવેશભાઈ બુટિયા (ઉં.વ.35) અને કરણ મનોજભાઈ બુટિયા (ઉં.વ.28)નો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે. પોલીસે સ્થળ પરથી ₹30,990ની રોકડ રકમ જપ્ત કરી હતી. જુગારનું અન્ય કોઈ સાહિત્ય મળ્યું ન હોવાથી, કુલ ₹30,990નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 909/2026 મુજબ જુગારધારાની કલમ-12 હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જાહેર સ્થળોએ ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ સ્ટેશને ભગત કી કોઠી-ચેન્નઈ સુપર એક્સપ્રેસ સ્ટોપેજ શરૂ:અમૃત ભારત યોજના હેઠળ 40 કરોડના ખર્ચે રાણી કી વાવના સ્ટોન સ્ટ્રક્ચરની થીમ પર આધુનિકીકરણ, માર્ચ સુધીમાં લોકાર્પણ
    Next Article
    પારડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે પાલિકાની કાર્યવાહી:250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ₹5 હજાર દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment