Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં 7 નવી GSRTC બસનું લોકાર્પણ:આહવા ખાતે ધારાસભ્ય વિજય પટેલના હસ્તે લોકાર્પણ; અંતરિયાળ વિસ્તારોને મળશે સુલભ પરિવહન સેવા

    1 day ago

    ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન સુવિધા સુધારવા માટે 7 નવી GSRTC બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ બસો ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા હેઠળ આહવા ખાતે શરૂ કરાઈ. લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે થયું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ચૌધરી અને ડેપો મેનેજર ગૌસ્વામી સહિતના આગેવાનો હાજર રહ્યા. આ નવી બસોથી અંતરિયાળ વિસ્તારોના લોકોને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી જરૂરી સેવાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને દર્દીઓ સહિત સામાન્ય મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને સમયસર પરિવહન મળશે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ નવી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. તેમણે બસમાં પ્રતિકાત્મક મુસાફરી પણ કરી. GSRTCના આ પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    ભાદરવાની આકરી ગરમી, ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ:ગુજરાતમાંથી ચોમાસુ 24 કલાકમાં વિદાય લે તેવી શક્યતા; હાલ વરસાદની કોઈ આગાહી નહિ
    Next Article
    ધાબા પર માતા-પિતા વચ્ચે સૂતેલા બાળકને દીપડો ખેંચી ગયો:પિતાએ પ્રતિકાર કર્યો છતાં જુવારના ખેતરમાં ભાગી ગયો, ગીરગઢડામાં 3 વર્ષના માસૂમનો ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment