Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવાની આકરી ગરમી, ભૂજ-ડીસા 38.6°C સાથે સૌથી ગરમ:ગુજરાતમાંથી ચોમાસુ 24 કલાકમાં વિદાય લે તેવી શક્યતા; હાલ વરસાદની કોઈ આગાહી નહિ

    1 day ago

    છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોને બાદ કરતા બાકીના ગુજરાત પ્રદેશ અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું. વરસાદની ગેરહાજરીમાં ભાદરવાનો તાપ લોકોને અકળાવી રહ્યો છે. બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. શુક્રવારે ભૂજ અને ડીસા 38.6°C સાથે સૌથી ગરમ રહ્યાં. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની રેખા રાજ્યના ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. આગામી 24 કલાકમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દીવ, દમણ અને દાદરા નાગર હવેલી સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળામાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી. ચોમાસાની વિદાય રેખા ડીસા-નલિયા પરથી પસાર, જુઓ તસવીરમાં… સૌરાષ્ટ્ર-કચ્છમાં 24% વરસાદની ઘટ રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં અત્યારસુધી સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં હવે વરસાદની શક્યતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવામાન ધીમે ધીમે સૂકું બનવાની દિશામાં છે. ચોમાસાની વિદાય સાથે ઓક્ટોબરમાં ગરમી વધશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, હાલમાં અલ-નીનોની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય છે, તેની અસર વર્ષના અંત સુધી જોવા મળી શકે છે. અલ-નીનોની અસરને કારણે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત છે. એટલે કે, ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો અનુભવ સામાન્ય કરતાં વધુ થઈ શકે છે. રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. બે દિવસમાં તાપમાનનો પારો 37.8°C પહોંચ્યો રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 1 ઓક્ટોબરે કંડલા એરપોર્ટ 37.8°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે 2 ઓક્ટોબરે ભૂજ અને ડીસામાં તાપમાન વધીને 38.6°Cએ પહોંચતા આ બંને શહેરો સૌથી ગરમ નોંધાયા હતા. 2 ઓક્ટોબરના રોજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમી વધીને 37.8°C થઈ હતી. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં અમદાવાદનું તાપમાન 36.0°Cથી વધીને 37.0°C, વડોદરાનું 35.8°Cથી વધીને 37.2°C, ગાંધીનગરનું 35.4°Cથી વધીને 36.5°C અને સુરતનું તાપમાન 35.4°Cથી વધીને 36.8°C નોંધાયું હતું. દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન વધ્યું હતું, જે દર્શાવે છે કે ઓક્ટોબરના પ્રારંભે સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આંધ્ર પ્રદેશમાં ફાર્મા કંપનીમાં બોયલર બ્લાસ્ટ:5નાં મોત, 10 ગંભીર રીતે ઘાયલ; વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી
    Next Article
    ડાંગમાં 7 નવી GSRTC બસનું લોકાર્પણ:આહવા ખાતે ધારાસભ્ય વિજય પટેલના હસ્તે લોકાર્પણ; અંતરિયાળ વિસ્તારોને મળશે સુલભ પરિવહન સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment