Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના દરેક જિલ્લામાં હવે ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ ટીમ બનશે:7 દિવસમાં યુનિટ શરૂ કરવા DGPનો આદેશ, ડ્રગ પેડલરો અને હોટસ્પોટ્સ નજર રાખશે

    1 day ago

    ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા ગુજરાત પોલીસે હવે ડ્રગ માફિયાઓ સામેની કાર્યવાહી વધુ આક્રમક બનાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશથી હવે રાજ્યના દરેક જિલ્લા અને શહેરમાં ડેડિકેટેડ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) કાર્યરત કરવામાં આવશે. આ યુનિટને આગામી 7 દિવસમાં કાર્યરત કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે. ANW એક સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ તરીકે માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર જ કામ કરશે અને તેને અન્ય કોઈ કામગીરી સોંપવામાં આવશે નહીં. કુલ 8 અધિકારી-કર્મચારીનની ટીમ બનશે હાલમાં શહેરો અને જિલ્લાઓમાં LCB, SOG તથા સ્થાનિક પોલીસ દ્વારા નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. હવે આ કામગીરીની સાથે અલગ ANW પણ કામ કરશે. દરેક ANWમાં 1 PI, 1 PSI, 2 ASI/હેડ કોન્સ્ટેબલ અને 4 કોન્સ્ટેબલ, એટલે કે કુલ 8 પોલીસ અધિકારી-કર્મચારીઓનું મહેકમ રહેશે. ટીમને અલગ વાહન અને ડ્રાઇવર પણ ફાળવવામાં આવશે. SPના સીધા સુપરવિઝનમાં કામગીરી કરશે જિલ્લા કક્ષાની ANW ટીમ પોલીસ અધિક્ષકના સીધા સુપરવિઝન હેઠળ કામ કરશે. જ્યારે કમિશનરેટ વિસ્તારમાં અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 2, વડોદરા શહેરમાં 1 અને રાજકોટ શહેરમાં 1 ANW યુનિટ રહેશે. આ ટીમો જોઈન્ટ/એડિશનલ CPના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે. ડ્રગ પેડલરો અને હોટસ્પોટ્સ પર સતત નજર રખાશે ANW દ્વારા રાજ્ય કક્ષાની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના હોટસ્પોટ્સ પર સતત સર્વેલન્સ રાખવામાં આવશે. ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં ભરવા માટે CID ક્રાઇમને દરખાસ્ત પણ મોકલવામાં આવશે. સ્થાનિક પોલીસની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે મહત્વની વાત એ છે કે ANWની રચના થયા બાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ NDPSના ગુનાઓ શોધવાના રહેશે. જો ANWની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની નિષ્કાળજી કે બેદરકારી સામે આવશે તો જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 5 વર્ષમાં 13,600 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત ગુજરાત પોલીસે છેલ્લા 5 વર્ષમાં NDPS એક્ટ હેઠળ 3,700થી વધુ ગુના નોંધી 5,346 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આશરે રૂ.13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સામે પણ મોટી અસર પડી છે. આંતરરાષ્ટ્રીય કનેક્શન શોધવા માટે AI સોફ્ટવેરનો ઉપયોગ ગુજરાતે ડ્રગ્સ સામેની લડાઈમાં કેટલીક નવી પહેલ પણ કરી છે. ડ્રગ નેટવર્ક પકડનાર પોલીસકર્મીઓ અને બાતમીદારોને પ્રોત્સાહન આપવા ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી છે. જ્યારે જીવના જોખમે કામગીરી કરનારા પોલીસ જવાનો માટે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ની નીતિ પણ લાગુ કરવામાં આવી છે. ડાર્ક વેબ, ફાઇનાન્સિયલ ટ્રેઇલ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન શોધવા માટે AI આધારિત ‘NARIT’ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિક તપાસના માધ્યમથી ડ્રગ્સના કેસોમાં કોર્ટમાં કન્વિક્શન રેટ વધારવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. ગુનેગારો સામે કડકાઈ સાથે વ્યસનમુક્તિ પર પણ ફોકસ ડ્રગ્સ સામેની કાર્યવાહી માત્ર ડ્રગ માફિયાઓ સુધી મર્યાદિત ન રાખતા નશાના ભોગ બનેલા યુવાનો માટે પણ માનવીય અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના વ્યસનમુક્તિ કેન્દ્રોને આધુનિક બનાવી યોગ્ય કાઉન્સેલિંગ અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હવે દરેક જિલ્લામાં ANWની રચના સાથે ડ્રગ્સના સપ્લાય નેટવર્ક સામે પોલીસની કામગીરી વધુ સંગઠિત અને સતત બને તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના તરકેશ્વર મંદિરમાં જન્માષ્ટમી પર મટકી ફોડાઈ:કાનુડાના જન્મોત્સવની ઉજવણી કરાઈ, ‘જય શ્રીકૃષ્ણ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
    Next Article
    આમોદ પોલીસે 4 વર્ષથી ફરાર જુગારના આરોપીને ઝડપ્યો:ભરૂચ SOGએ અનોર ગામમાંથી પકડી આમોદ પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment