Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 કલાકના ધરણા પછી રાહુલ-પ્રિયંકાની અટકાયત:સવારે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ માર્ચ કાઢી હતી, CEC સામે 5 દિવસમાં 7મું વિરોધ પ્રદર્શન

    1 day ago

    SIRના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગ સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધી 7 કલાકથી વધુ સમયથી દિલ્હીના આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા છે. રાહુલ જ્ઞાનેશ કુમારને મળવા માટે અડગ છે. તેમણે કહ્યું, “તેમને મળ્યા વિના તેઓ નહીં જાય. જો દિલ્હી પોલીસને અહીં પ્રદર્શનથી મુશ્કેલી હોય, તો તે બીજી જગ્યા આપી શકે છે.” આ દરમિયાન પ્રિયંકા તિરંગા સામે હાથ ફેલાવીને ઊભા જોવા મળ્યા, જ્યારે રાહુલે પોલીસ અધિકારીને કહ્યું- “તેમને સ્પર્શતા નહીં.” આ પહેલાં ઈન્ડિયા બ્લોકની ‘સેવ ડેમોક્રસી માર્ચ’ સવારે 10 વાગ્યે સંસદના મકર દ્વારથી શરૂ થઈ હતી, પરંતુ પોલીસે તેને આગળ વધવા દીધા નહોતા પોલીસે માર્ચ રોકી દીધી અને રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા. બંને બસમાંથી ઉતરીને આકાશવાણી પરિસરમાં પહોંચ્યા અને ઝાડ નીચે ધરણા પર બેસી ગયા. આ પહેલાં અખિલેશ સિંહ સહિત અનેક સાંસદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતીય સ્પિનર્સ સામે વેસ્ટ ઇન્ડીઝનો ધબડકો:14 ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી, ડેબ્યૂટન્ટ નમન ધીરે બીજી વિકેટ ઝડપી
    Next Article
    વકીલોની હડતાલ સમેટવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જાહેરાત:રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય, 5 સભ્યની કમિટી બનાવાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment