Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ પછી ભારત પહોંચ્યા:ગલવાન અથડામણ બાદ પ્રથમ મુલાકાત; BRICSમાં સામેલ થશે, સાંજે મોદી સાથે દ્વિપક્ષીય બેઠક

    15 hours ago

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું. વર્ષ 2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ ભારતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેઓ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું એર ચાઇનાનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું છે. ચીનની ત્રીજી સૌથી મોટી એરલાઇન ચાઇના સધર્ન 6 વર્ષ પછી ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે. 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર દરરોજ એક ફ્લાઇટ ચાલશે. આ સેવા એવા સમયે ફરી શરુ થઈ રહી છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે. ચાઇના સધર્ન ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરુ કરનારી ત્રીજી મોટી ચીની એરલાઇન હશે. એર ચાઇનાએ એપ્રિલમાં લગભગ 6 વર્ષ પછી બેઇજિંગ-દિલ્હી ફ્લાઇટ શરૂ કરી હતી. ચાઇના ઇસ્ટર્ને 18 એપ્રિલથી કુનમિંગ-કોલકાતા સેવા ફરી શરુ કરી હતી. તેણે નવેમ્બર 2025માં શાંઘાઈ-દિલ્હી ફ્લાઇટ પણ ફરી શરૂ કરી હતી. કોરોના મહામારી અને 2020ની ગલવાન અથડામણ પછી ભારત-ચીન વચ્ચેની સીધી હવાઈ સેવાઓ લાંબા સમય સુધી અસર રહી હતી. હવે બંને દેશો વચ્ચે હવાઈ સંપર્ક ધીમે ધીમે ફરી શરુ થઈ રહ્યો છે. BRICS સમિટ શનિવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહી છે. ભારતમાં યોજાનાર BRICS સમિટમાં 10 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળશે. આ ત્રણેય નેતાઓ આ પહેલા 2016માં ગોવામાં યોજાયેલા BRICS સમિટમાં એકસાથે સામેલ થયા હતા. વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ BRICS સમિટ 2026માં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. સમિટમાં BRICSના 11 સભ્ય દેશો ઉપરાંત 10 ભાગીદાર દેશોના નેતાઓ પણ સામેલ થશે. BRICSની તાકાતને માત્ર સભ્ય દેશોની સંખ્યાથી જ નહીં, પરંતુ તેમની વસ્તી અને અર્થતંત્રથી પણ સમજી શકાય છે. 11 સભ્ય દેશોમાં દુનિયાની લગભગ 49.5% વસ્તી રહે છે. એટલે કે દુનિયાના લગભગ દર બેમાંથી એક વ્યક્તિ BRICS દેશોમાં રહે છે. અર્થતંત્રની વાત કરીએ તો PPP એટલે કે ખરીદ શક્તિના આધારે BRICS દેશોનું કુલ અર્થતંત્ર દુનિયાનું લગભગ 39% છે. આ અમેરિકાના અર્થતંત્રની સરખામણીમાં લગભગ 3 ગણું છે. PM મોદી 4 વર્લ્ડ લીડર્સને મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેટલાક વિદેશી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજના દિવસની પળેપળની અપડેટ્સ માટે નીીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 14 July 2026 | Delhi-NCR Rain Alert | Hormuz Attack | Indian Sailor
    Next Article
    માથામાં હથોડી ફટકારી તો લાગ્યું જાણે માથે આકાશ પડ્યું:બાપ અને ભાઈ સોફિયાનો કાળ કેવી રીતે બન્યા, 3 મહિનાનો પ્લાન 3 કડીથી ઉકેલાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment