Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદની સંભાવના:AMCએ અમલમાં મૂકેલી ફોરકાસ્ટિંગ સિસ્ટમના આધારે અનુમાન, જાણો શું છે સિસ્ટમ અને ક્યા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે

    1 day ago

    ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિઓનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મુકી છે. વેબ આધારિત ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે. ત્યારે મહારાષ્ટ્રના પુણેની C-DAC કંપનીના અનુમાન મુજબ આજે રાતે 7 વાગ્યા બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંપની સાથે સંકલન કરી અને ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને અનુમાન કરવામાં આવ્યું છે. રાત્રે 9:00 વાગે સૌથી વધારે શહેરના પશ્ચિમમાં થલતેજ, જોધપુર, બોડકદેવ, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ હશે. શું છે રેઈન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ? AMCએ અમલમાં મૂકેલી સિસ્ટમથી C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે. આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ (WRF મોડલ - 1.5 કિમી રિઝોલ્યુશન) આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને વોર્ડ લેવલ રેઈનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રયોગાત્મક મોડલિંગના આધારે અલગ અલગ સમયગાળા માટે વરસાદના પેટર્ન પણ દર્શાવવામાં આવે છે. મોડલના આધારે મોનસૂન મેનેજમેન્ટ વધુ અસરકારક આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજનથી નાગરિકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો લાવવા આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોનસૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ તૈયાર રહેશે. ક્યાં વિસ્તારમાં સાંજે 7થી 9 વાગ્યા સુધી વરસાદની સંભાવના થલતેજ, બોડકદેવ જોધપુર, વેજલપુર સરખેજ, બોપલ લાંભા, ગોતા ચાંદખેડા, રાણીપ પાલડી, આશ્રમરોડ 'સિસ્ટમના આધારે વોર્ડ વાઈઝ વરસાદનું અનુમાન' ઈન્ચાર્જ સિટી ઈજનેર ઋષિ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવી છે, જેમાં વોર્ડ વાઇઝ અનુમાન લગાવી શકાય છે કે કયા વિસ્તારમાં કેટલો સંભવિત વરસાદ છે. અમારા અનુભવ મુજબ ગઈકાલ રાતના જે વરસાદ નોંધાયો હતો એ 80 ટકા સુધી એક્યુરેસી લેવલ આવેલું હતું. એટલે એ પ્રમાણે અમે અહીંયાથી જે તે વોર્ડમાં જે તે ઝોનમાં સૂચના આપીએ છીએ કે અહીંયાથી આ ટાઈમમાં વરસાદ પડવાની સંભાવના છે, જેથી કરીને પ્રોપર મેનપાવર, મશીનરી ડીપ્લોયમેન્ટ કરી શકાય. અને નાગરિકોને અગવડતાનો મિનિમમ અનુભવ કરવો પડે એ પ્રકારની આ વખતની તૈયારી અને વ્યવસ્થા કરવામાં આવેલી છે. થલતેજ, જોધપુરમાં 60થી 80 mm( બે ઈંચથી વધુ ) વરસાદની સંભાવના ઋષિ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે મુખ્યત્વે જોવા જઈએ તો ચારેક વાગ્યાથી 1 MMથી વરસાદ શરૂ થશે. મહત્તમ 7થી 9 વાગ્યામાં અનુમાનિત છે કે, થલતેજ અને જોધપુર, બોડકદેવ વિસ્તાર એ વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે. અને જેની સંભાવના 80 mmની આજુબાજુમાં છે. 60થી 80 mm જેટલો વરસાદ અત્યારે બતાવી રહ્યો છે કે સાજના 7 થી 9માં આ બે વિસ્તાર અને અમુક ભાગ જે છે એ ઉત્તર ઝોનનો છે, અમુક જોધપુરનો વિસ્તારમાં વરસાદ પડશે. અમદાવાદમાં ચોમાસું ક્યારે બેઠું અને ટ્રેન્ડ શહેરમાં ગુરુવારે મોડી સાંજે વરસાદ પડવાની સાથે ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો છે. છેલ્લાં સાત વર્ષમાં સૌથી મોડું ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જાય છે. 2020 પછીનાં 6 વર્ષમાં 3 વાર ચોમાસું 20 જૂન પહેલાં જ્યારે 3 વાર જૂનના છેલ્લા અઠવાડિયામાં પહોંચ્યું છે. શા માટે સાંજે વરસાદ પડે છે?
    Click here to Read More
    Previous Article
    માણસને મર્યા પછી પણ સન્માન સાથે પાલિકાના પાપે વિદાય નહીં:સોમનાથમાં સ્મશાનગૃહની 7 દિવસથી ગેસ આધારિત ભઠ્ઠી બંધ, વરસાદી વાતાવરણમાં લાકડાની ચિતા માટે 6 પરિવારોને રાહ જોવી પડી
    Next Article
    Mourinho Reaches Out To Cape Verde Star After World Cup Heroics. Not Vozinha

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment