Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના સરબતિયા તળાવ પ્રોજેક્ટ પર કોર્ટનો સ્ટે:7 કરોડના પ્રોજેક્ટમાં નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ, દાવેદારે કહ્યું - 76 એકરના કાંકરિયા તળાવ સામે 4 વીઘાના તળાવની સરખામણી અયોગ્ય

    11 hours ago

    નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સરબતિયા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ પર નવસારીની સ્થાનિક કોર્ટે વચગાળાનો સ્ટે ઓર્ડર આપ્યો છે. આશરે 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલતા આ પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન અને ગેરકાયદે બાંધકામ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિક કોર્ટના શરણે ગયા હતા. કોર્ટના આ આદેશ બાદ તળાવમાં ચાલતી તમામ કામગીરી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. પ્રોજેક્ટ શરૂ થતાં જ વિવાદ સર્જાયો નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની ફરતે ફૂડ ઝોન, વોક વે, કિડ્સ ઝોન અને બોટિંગ સહિતના વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રોજેક્ટ શરૂ થતાં જ વિવાદ સર્જાયો હતો. શહેરના એક વર્ગ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, બ્યુટીફિકેશનના નામે તળાવનો કેટલોક ભાગ માટી પુરાણ કરીને બૂરી દેવામાં આવી રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં રોડ સાંકડા થશે અને ટ્રાફિક તેમજ પાર્કિંગની ગંભીર સમસ્યાઓ સર્જાશે. નિયમોના ઉલ્લંઘન અંગે જવાબ ન મળતા કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો આ મામલે કાયદાકીય લડત લડી રહેલા એડવોકેટ રાજન જોશીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2026માં મનપા કમિશનર દ્વારા બ્યુટીફિકેશનના નામે કામ શરૂ કરાયું હતું. ગુજરાત સરકારનું સ્પષ્ટ નોટિફિકેશન છે કે તળાવને તેના મૂળ સ્વરૂપમાં જ રહેવા દેવું. તેમ છતાં નિયમોનો ભંગ થતાં તેમણે સિવિલ પ્રોસિજર કોડ (CPC) મુજબ મનપાને નોટિસ આપી હતી. મનપા તરફથી કોઈ જવાબ ન મળતાં કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. 76 એકરના કાંકરિયા તળાવ સામે 4 વીઘાના તળાવની સરખામણી અયોગ્ય : દાવેદાર દાવેદારે તળાવના કદ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે હતું કે કમિશનર સાહેબ આ તળાવને અમદાવાદના કાંકરિયાની જેમ ડેવલપ કરવાની વાતો કરે છે. પરંતુ કાંકરિયા 76 એકરનું છે, જ્યારે સરબતિયા તળાવ માંડ ચાર વીઘાનું છે. કાંકરિયાની સરખામણીએ આ માત્ર એક ખાબોચિયું કહેવાય. આ નાનકડા તળાવમાં બોટિંગ અને ફૂડકોર્ટ જેવા બિનજરૂરી પ્રોજેક્ટ્સ ઘુસાડવામાં આવ્યા છે. અંદરના ભાગે 15 મીટર જેટલું પુરાણ કરાતા અમે વિરોધ કર્યો ત્યારે ઊંડાઈ વધારવાની ખાતરી અપાઈ હતી, પરંતુ તેની પાર બૂરીને વોલ્યુમ ઘટાડી દેવાયું છે. RTI કરવા છતાં મંજૂર થયેલા પ્લાનના નકશા આપવામાં આવ્યા નહોતા. આ પ્રોજેક્ટથી લોકોની સુવિધા વધવાને બદલે દુવિધા વધશે અને લુન્સીકુઈ મેદાન સામે પાર્કિંગની જે જગ્યા હતી તે પણ છીનવાઈ જશે. કોર્ટે સ્ટે મૂકતાં પ્રોજેક્ટની કામગીરી આગલા આદેશ સુધી અટકાવી એડવોકેટ જોશીએ વધુમાં ઉમેર્યું કે, કોર્ટે મનપાને સમન્સ પાઠવ્યા હોવા છતાં તેઓ હાજર થયા નહોતા અને 30 મે 2026 સુધી તેમનો કોઈ લેખિત જવાબ કે ખુલાસો આવ્યો નહોતો. આથી કોર્ટને એકતરફી કેસ ચલાવવાની વિનંતી કરવામાં આવી હતી, જે માન્ય રાખીને કોર્ટે આ પ્રોજેક્ટ પર સ્ટે મૂક્યો છે. હવે જ્યાં સુધી કોર્ટ નવો આદેશ ન કરે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવવી પડશે. આ હુકમની નકલ બેલિફ મારફતે કમિશનર કચેરીએ પહોંચાડી દેવાઈ છે. નવસારી મનપા કમિશનરે આ મામલે જણાવ્યું છે કે, તેઓ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ:ACPએ સ્વીકાર્યું-સોનલ રાઠોડે પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગને લાતો-લાકડી માર્યા, ભાસ્કરના અહેવાલ બાદ ભીનું સંકેલવાના પ્રયાસો ફેઇલ
    Next Article
    ભરૂચ બેંકની 119મી વાર્ષિક સભા યોજાઈ:ડિજિટલ બેંકિંગ અને નવી ટેકનોલોજી પર ભાર મુકાશે; એજન્ડા સર્વાનુમતે મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment