Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ

    8 hours ago

    સુરતની જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના દિવસો હવે ગણતરીના બાકી રહ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, આજથી કોરિડોર-2 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) પર ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે, જે શહેરની ઝડપી કનેક્ટિવિટી તરફનું એક મજબૂત કદમ છે. કોરિડોર-2: ભેસાણથી અડાજણ સુધીનું કામ ફિનિશિંગ લાઇન પર કોરિડોર-2 અંતર્ગત ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે. આ પ્રક્રિયામાં GEC (જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ) અને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કોરિડોર-1 પર માર્ચથી જ ચાલી રહ્યું છે પરીક્ષણ આ અગાઉ, કોરિડોર-1 (નોર્થ-સાઉથ કોરિડોર) માં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિમીના રૂટ પર ગત 29 માર્ચ, 2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રૂટ પર વિવિધ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સલામતીના કડક ધોરણોમાં RDSO અને CMRS આપશે આખરી મંજૂરી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ભારત સરકારની સંસ્થા RDSO (રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ સૌથી મહત્વની પ્રક્રિયા CMRS (કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી) દ્વારા હાથ ધરવામાં આવશે. આ સંસ્થા સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી લીલી ઝંડી આપશે, ત્યારબાદ જ સુરતવાસીઓ મેટ્રોની સફર માણી શકશે. વિકસિત ભારતનું વિઝન અને ડબલ એન્જિન સરકારનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના વિઝન હેઠળ સુરતને આધુનિક અને સુરક્ષિત પરિવહન સુવિધા આપવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી દ્વારા આ પ્રોજેક્ટનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય. સુરત મેટ્રો શરૂ થવાથી શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે. સુરત મેટ્રો પ્રોજેક્ટની આંકડાકીય માહિતી કુલ ખર્ચ: ₹12,020 કરોડ કુલ લંબાઈ: 40.35 કિલોમીટર (બે કોરિડોર) કુલ સ્ટેશનો: 38 સ્ટેશનોનું આધુનિક નેટવર્ક ડેપો: ડ્રીમ સિટી અને ભેસાણ ખાતે બે અદ્યતન ડેપો વર્તમાન સ્થિતિ: 75% થી વધુ કામગીરી પૂર્ણ
    Click here to Read More
    Previous Article
    50 ફૂટ ઊંચે ઊડ્યા, 100 ફૂટ દૂર પડ્યા નન્હે મિયાં:'ટીન શેડ બચાવા ગયો ને પોતે જ ઊડી ગયો', હાથ-પગ તૂટ્યા, છતાં કેવી રીતે બચ્યા; જણાવી આખી ઘટના
    Next Article
    CBSE ધોરણ 12નું પરિણામ:ભાયલીની ઇરા ઇન્ટરનેશનલ સ્કૂલના સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ઝળક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment