Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના 7 તાલુકામાં વરસાદ નોંધાયો:ગુહાઈ જળાશયમાં પાણીની આવક ચાલુ, સરેરાશ 39.53% વરસાદ

    6 days ago

    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ 39.53 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 9.13 મિમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે ગુહાઈ જળાશયમાં પાણીની આવક ચાલુ છે, જોકે તેમાં ઘટાડો થયો છે. જિલ્લા ડિઝાસ્ટર કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 02 થી 17 મિમી વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ઇડરમાં 17 મિમી અને સૌથી ઓછો વરસાદ હિંમતનગરમાં 02 મિમી નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાલુકાવાર વરસાદ આ મુજબ છે: ખેડબ્રહ્મા 04 મિમી, વિજયનગર 11 મિમી, વડાલી 13 મિમી, ઇડર 17 મિમી, હિંમતનગર 02 મિમી, પ્રાંતિજ 15 મિમી, તલોદ 11 મિમી. પોશીનામાં 00 મિમી વરસાદ નોંધાયો છે. ચોમાસાની શરૂઆતથી આજ સુધીમાં જિલ્લામાં સરેરાશ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની વિગતો: ઇડર 13 ઇંચ, ખેડબ્રહ્મા 07 ઇંચ, તલોદ 23 ઇંચ, પોશીના 10 ઇંચ, પ્રાંતિજ 19 ઇંચ, વડાલી 09 ઇંચ, વિજયનગર 12 ઇંચ અને હિંમતનગર 17 ઇંચ. આજે સવારે 8 વાગ્યાની સ્થિતિ મુજબ, ગુહાઈ જળાશય 57.66 ટકા અને હરણાવ જળાશય 31.30 ટકા ભરાયેલું છે. 63.74 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં હાલ 300 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિજભૂષણ સિંહ મહિલા કુસ્તીબાજ યૌન શોષણ કેસમાં નિર્દોષ જાહેર:દિલ્હી કોર્ટે ચુકાદો સંભળાવ્યો, પૂર્વ સાંસદ બોલ્યા- મારી વિરુદ્ધ ષડયંત્ર રચાયું હતું
    Next Article
    Brij Bhushan Sharan Singh Acquitted By Delhi Court In Wrestlers Sexual Harassment Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment