Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં 7 ગેરકાયદે સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ:નાયબ કલેક્ટરે કાર્યવાહી કરી રૂ. 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 day ago

    ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે ઝરીયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં આવેલા સ્ટોન ક્રશર એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં કુલ સાત ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા હતા અને રૂ. 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સ્ટોન ક્રશર એકમો દ્વારા આસપાસના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોનનું ખનન કરવામાં આવતું હતું. ખનન કરેલા ખનીજનો સંગ્રહ, પરિવહન અને પ્રોસેસિંગ કરીને આ પ્લાન્ટ્સ ચલાવવામાં આવતા હતા. ખાણ અને ખનીજ વિભાગની ટીમ સાથે સ્થળ પર માપણી કરતા, મોજે પાંજવાળી વિસ્તારમાં અંદાજે ૭ હેક્ટર અને મોજે વાવડી વિસ્તારમાં અંદાજે ૧ હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ અંગે વિગતવાર માપણી અને પંચનામાની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કાયદા મુજબ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કાર્યવાહી કરાયેલા સ્ટોન ક્રશર એકમોમાં મોજે પાંજવાળી (ઝરીયા મહાદેવ વિસ્તાર)ના સર્વે નં. ૧૮૯, ૧૯૦, ૨૦૩ અને ૨૦૪ પર આવેલા છ પ્લાન્ટનો સમાવેશ થાય છે, જેના વહીવટકર્તા મુનાભાઈ અનકુભાઈ ખાચર છે. આ ઉપરાંત, મોજે વાવડીના સર્વે નં. ૪૯/પૈકી-૨ પર આવેલો એક કે.કે. સ્ટોન ક્રશર પ્લાન્ટ પણ સીલ કરાયો છે, જેના સંચાલકો જયવીરભાઈ ભરતભાઈ કરપડા, કુલદીપભાઈ ભરતભાઈ કરપડા, જયદીપભાઈ જોરુભાઈ ખાચર અને બલવીરભાઈ શાંતુભાઈ ખાચર છે. સંયુક્ત તપાસ દરમિયાન GPCB (ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ)ની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. સ્ટોન ક્રશર અંગેની CPCB અને GPCB દ્વારા ૨૦૨૩માં નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા તથા Consent to Establish (CTE) અને Consent to Operate (CTO) ની શરતોનું પાલન ચકાસવામાં આવ્યું હતું. તપાસમાં ધૂળ નિયંત્રણ માટે જરૂરી વોટર સ્પ્રિંકલર, ફોગિંગ સિસ્ટમ, એન્ક્લોઝર, કન્વેયર બેલ્ટ કવરિંગ, બેગ ફિલ્ટર, ડસ્ટ કલેક્શન સિસ્ટમ, વિન્ડ બ્રેકિંગ વોલ, ગ્રીન બેલ્ટ, CCTV, ડિસ્પ્લે બોર્ડ અને પાણીના પુનઃઉપયોગ સહિતના ફરજિયાત પર્યાવરણીય ધોરણોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત મિનરલ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, ૨૦૧૭ના નિયમ-૯ (રેકોર્ડ અને રિટર્ન) તથા નિયમ-૧૦ (ખનીજનો સંગ્રહ) ની જોગવાઈઓનો પણ ભંગ થયેલો હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી નીચે મુજબનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો ૭ (સાત) સ્ટોન ક્રશર પ્લાન્ટ ૧ (એક) હિટાચી મશીન ૧ (એક) ડમ્પર ૧ (એક) લોડર અંદાજે ૨૦૦ મેટ્રિક ટન સિલિકા આમ કુલ અંદાજિત રૂ.૩,૭૧,૧૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ એકોતેર લાખ દસ હજાર પુરા) નો મુદ્દામાલ સ્થળ ઉપર જ સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે સંબંધિત સંચાલકો દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરી ખનન કરવામાં આવ્યું હતું. જેથી તેમની સામે લેન્ડ ગ્રેબિંગ સંબંધિત કાયદાકીય કાર્યવાહી, Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 મુજબ ગેરકાયદેસર ખનન બદલ વસૂલાત તથા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં ગેરકાયદેસર ખનન અને જાહેર વ્યવસ્થાને અસર કરતી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ સંબંધિત ઇસમો સામે તડીપાર (Externment) અંગેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના ખેરગામ-ચીખલીમાં રાત્રિ દરમિયાન 3 ઈંચ વરસાદ:બીલીમોરામાં રસ્તાઓ જળમગ્ન થયા: વિઝિબિલિટી ઘટી
    Next Article
    GCASમાં મોટો ફેરફાર:હવે ખાલી બેઠકો પર કોલેજો મેરિટના આધારે આપશે સીધો પ્રવેશ, VSBC રાઉન્ડ જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment