Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિહોરીમાં પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યો:યુવક પર હુમલા મામલે 7 સામે ફરિયાદ નોંધાઈ

    1 week ago

    બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે વજાણી પાટી મકવાણાવાસમાં પારિવારિક ઝઘડાને કારણે એક યુવક પર હુમલો થયો હતો. મજૂરી કરીને ગુજરાન ચલાવતા અશોકભાઈ લખમણભાઈ મકવાણા પર લોખંડની પાઈપો અને લાકડાના ધોકા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અશોકભાઈને કપાળના ભાગે, ડાબા હાથે અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને પાટણ રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે શિહોરી પોલીસે ગુનો નોંધી 7 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં હરદાસભાઈ ડુંગરભાઈ મકવાણા, શારદાબેન હરદાસભાઈ મકવાણા, વસંતભાઈ હરદાસભાઈ મકવાણા, મિતકુમાર લાલાભાઈ મકવાણા, નિતાબેન હરદાસભાઈ મકવાણા, પિયુબેન હરદાસભાઈ મકવાણા (જે હાલ ગાંધીધામ પોલીસમાં ફરજ બજાવે છે) અને હરદાસભાઈના પુત્ર વસંતભાઈની પત્નીનો સમાવેશ થાય છે. આ તમામ શિહોરીના રહેવાસી છે. ફરિયાદ મુજબ, યુવક બેઠો હતો ત્યારે હુમલાખોરો સ્વિફ્ટ ગાડી અને રિક્ષા લઈને આવ્યા હતા. તેઓ પાઈપો અને લાકડાના ધોકા જેવા હથિયારો લઈને ઉતર્યા હતા. તેમણે યુવકને "કેમ ઊભો થયો છે" તેમ કહી અપશબ્દો બોલ્યા હતા અને હાથમાં રહેલા હથિયારો વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરો સ્વિફ્ટ ગાડી અને રિક્ષામાંથી હથિયારો સાથે ઉતરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,ત્યારે શિહોરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી...
    Click here to Read More
    Previous Article
    કેરળા GIDCની લોખંડની કંપનીમાં ભીષણ આગ:કામદારો અને સ્થાનિકોમાં ફાયર બ્રિગેડની 5થી ટીમે ભારે જહેમત બાદ મોડી રાત્રે લાગેલી આગને સવારે કાબૂમાં લીધી,
    Next Article
    ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, બનાસકાંઠામાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા:દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી; ચોમાસું 5 દિવસમાં 13 રાજ્યમાં પહોંચ્યું, 48 કલાકમાં મુંબઈ પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment