Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડાના કંથારીયામાં જુગારધામ ઝડપાયું, 7 શખ્સો પકડાયા:રૂ. 3.35 લાખના મુદ્દામાલ સાથે એલસીબીએ કાર્યવાહી કરી

    15 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ચુડા તાલુકાના કંથારીયા ગામની સીમમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રૂ. 24,820 સહિત કુલ રૂ. 3,35,320નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ચુડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથારીયા ગામની સીમમાં જુગાર અંગે રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ દરમિયાન જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 24,820, સાત મોબાઇલ ફોન (કિંમત રૂ. 30,500), ચાર મોટરસાયકલ (કિંમત રૂ. 80,000) અને એક ફોરવ્હીલ ગાડી (કિંમત રૂ. 2,00,000) સહિત કુલ રૂ. 3,35,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારમાં પકડાયેલા આરોપીઓમાં દેવેન્દ્રસિંહ મહાવિરસિહ રાણા (રહે. કંથારીયા), ગોપાલભાઇ જશમતભાઈ મેણીયા (રહે. મોજીદડ), શંકરભાઇ કાળુભાઇ અંબાડીયા (રહે. કંથારીયા), ભરતભાઇ મનસુખભાઇ વાઘેલા (રહે. રંગપુર, ધંધુકા), નરોતમભાઇ રેવાભાઇ ડોરીયા (રહે. ખાંડીયા), સુરેશભાઇ ગલાભાઇ વાણીયા (રહે. ખાંડીયા) અને નરશીભાઇ નાનજીભાઇ ફોરણીયા (રહે. કંથારીયા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અરવિંદભાઇ કરશનભાઇ ડેરવાડીયા (રહે. નાના ત્રાડીયા, ધંધુકા) નામનો એક આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ કામગીરી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પીઆઈ બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઈ એન.એ. રાયમા તથા સ્ટાફના એચ.સી. ગોપાલસિંહ ઝાલા, પી.સી. ભરતભાઇ સભાડ, પી.સી. ચંદ્રવિજયસિંહ રાણા, પી.સી. કૃણાલસિંહ ઝાલા, પી.સી. અશ્વિનભાઇ માથુકીયા અને પી.સી. કુલદીપસિંહ ગોહીલની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણ રાજ્યમંત્રીએ પોશીનામાં કન્યા કેળવણી મહોત્સવ ઉજવ્યો:રીવાબા જાડેજાએ સેલ્ફી ખેંચી, બાળકીઓને લાડ લડાવ્યા, 2 દીકરીઓને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવા વાલીઓ સાથે ચર્ચા કરી
    Next Article
    બોટાદમાં નવી શાળાનું ઉદ્ઘાટન, પ્રવેશોત્સવ 2026 ઉજવાયો:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા કીટ વિતરણ સાથે કન્યા કેળવણી પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment