Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં વરસ્યા:ભાવનગર જિલ્લાના 7 તાલુકા માં વરસાદ, જ્યારે 3 તાલુકા કોરો ધાક, તાપમાન 2.5 ડિગ્રી ઘટાડો થતા ગરમીથી રાહત

    10 घंटे पहले

    ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમય થી વરસાદે વિરામ લીધા બાદ આજે સમી સાંજે ધીમીધારે વરસાદ નું આગમન થયું હતું, જેમાં વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, સિહોર, ગારીયાધાર, પાલીતાણા તથા જેસરમાં વરસાદ ઝાપટાં વરસ્યા હતા જ્યારે ઘોઘા, તળાજા અને મહુવા તાલુકા વરસાદથી વંચિત રહ્યા હતા. આમ, છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીની પારો પણ 34-35 ડિગ્રી એ રહ્યો હતો, જે આજે 2.5 ડિગ્રી ઘટી ને 32 આસપાસ પહોંચી જતા ગરમીથી રાહત થઈ હતી, છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં પડેલ વરસાદના આંકડા ભાવનગર જિલ્લામાં આજ સવારના 6 વાગ્યા સાંજના 6 વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં - 2 મિમી, ઉમરાળામાં -2 મિમી, ભાવનગરમાં - 4 મિમી, ઘોઘામાં - 0 મિમી, સિહોરમાં - 2 મિમી, ગારીયાધારમાં - 9 મિમી, પાલીતાણામાં - 5 મિમી, તળાજામાં - 0 મિમી, મહુવામાં - 0 મિમી તથા જેસરમાં - 5 મિમી વરસાદ વરસ્યો હતો, જયારે 10 તાલુકા માંથી 7 તાલુકામાં સામાન્ય વરસાદ જ્યારે ત્રણ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા છેલ્લા 5 દિવસનું શહેરનું તાપમાનનો પારો તા.6 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 55 ટકા નોંધાયું હતું અને 18 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.7 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 57 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.8 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 56 ટકા નોંધાયું હતું અને 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.9 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.4 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, તા.10 ઓગસ્ટના રોજ મહતમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ તાપમાન 25.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણ માં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું અને 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો..
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીનો સવાલ- જંતર-મંતર પર ફાયરિંગનો આદેશ કોણે આપ્યો:જવાબદાર કોણ; 3 માંગણીઓ મૂકી; રિજિજુ બોલ્યા- શાહ સંસદમાં જવાબ આપશે, વિપક્ષે સાંભળવું પડશે
    Next Article
    પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોનો વિરોધ:ઓનલાઈન કામગીરી અને વેતન વધારાની માંગ સાથે આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment