Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં પીકઅપ પલટી જતાં 7 લોકોનાં મોત:28 લોકો સવાર હતા, આણું વાળવા જતા પરિવારને અકસ્માત નડ્યો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

    12 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરો ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક પલટી મારી જતાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પીકઅપ ગાડીમાં કુલ 28 મુસાફરો સવાર હતા અકસ્માતનો ભોગ બનેલી આ પીકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોવાથી ગાડી પલટી મારતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 પર પહોંચ્યો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચતા સમગ્ર પંથકમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ મૃતકો ગિરનાર ગામના હોવાનું સામે આવ્યું છે, જેમના અકાળે અવસાનથી ગામમાં માતમ છવાયો છે. પીકઅપ પલટી જવાની આ ઘટનામાં હજુ પણ અનેક લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક કપરાડા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આણું વાળવા જતા પરિવારનો માતમમાં ફેરવાયો મળતી વિગતો મુજબ, આ પરિવાર આણું વાળવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ખુશીના પ્રસંગે જઈ રહેલા પરિવારના સભ્યો માટે આ સફર અંતિમ સફર સાબિત થઈ હતી અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ અને 108 એ બચાવ કામગીરી કરી ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પીકઅપ ગાડીના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે ગાડી બેકાબૂ બનીને રોડ પર પલટી ગઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં હીટવેવનો પ્રકોપ, બપોરે રસ્તા સૂમસામ:આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી, ORSનું વિતરણ શરૂ
    Next Article
    ट्रंप ने छोड़ दिया मैदान और बातचीत का जिम्मा छोड़ दिया ईरान पर, जंग टली मगर बदला कुछ नहीं

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment