Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પિંજરા સામે એર કુલર મુકાયા:પાણીનો છંટકાવ કરી તાપમાન ઘટાડવાનો પ્રયાસ, ડિહાઇડ્રેશનથી બચાવવા માટે ORS અને તરબૂચનો આહાર અપાશે

    9 hours ago

    ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં જ ગરમી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહી છે, ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે પ્રાણીઓ પર કોઈ અસર ન થાય તેના માટે પાણીનો છંટકાવ અને તેમના પિંજરાની આગળ કુલર મૂકવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક પશુઓને ગરમીમાંથી તેના માટે શક્કરટેટી, શેરડી વગેરે જેવા પદાર્થો પણ ખાવા માટે આપવામાં આવે છે. પીવાના પાણીમાં ORS મિશ્રિત કરીને પણ આપવામાં આવે છે જેથી ગરમીમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે. પ્રાણી સંગ્રહાલયમાં બહારના વિસ્તાર કરતાં એકથી બે ડિગ્રી ઓછું તાપમાન રહે તેના માટે પાણીનો છંટકાવ પણ કરાય છે. પશુ-પક્ષી અને મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ વ્યવસ્થા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. સર્વ શાહે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં અત્યારથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પશુ-પક્ષીઓ, સરીસૃપો અને આવતાં મુલાકાતીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પિંજરાઓ પાસે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા છે જેથી તેમને ઠંડક મળી રહે. હિપો, મગર અને વાઘ જેવા પ્રાણીઓને પાણી વધુ ગમતું હોવાથી તેમના હોજને પાણીથી ભરીને રાખવામાં આવે છે. આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવા સતત પાણીનો છંટકાવ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં શક્કરટેટી, તરબૂચ અને શેરડીનો રસ વગેરે આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓના પીવાના પાણીમાં ઇલેક્ટ્રલ પાવડર અને ઓઆરએસનું મિશ્રણ પણ કરવામાં આવે છે. ઉપરાંત દિવસ દરમિયાન સમયાંતરે પાણીનો છંટકાવ કરીને આસપાસનું વાતાવરણ ઠંડુ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા પ્રાણીઓને ગરમીમાં આરામ મળે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે આહારમાં પણ ખાસ ફેરફાર પક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓના પિંજરાઓની આસપાસ સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પિંજરાઓ ઉપર ગ્રીન નેટ બાંધીને સીધી ગરમીનો પ્રભાવ ઓછો થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પગલાંના કારણે પિંજરામાં તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. ગરમીના દિવસોમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના આહારમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયના તબીબી સ્ટાફ દ્વારા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોઈ પ્રાણીમાં ગરમીના કારણે તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બિહાર- મોતિહારીમાં બે ગુનેગારોનું એન્કાઉન્ટર:પોલીસને ફોન પર ધમકી- ગુંડાગીરી શું હોય છે તે અમે બતાવીશું; એક STF જવાનનું પણ મોત
    Next Article
    ‘9th from Muslim community’: State govt after organ donation of 51-yr-old woman who died in road accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment