Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત એરપોર્ટ પર 7 દિવસમાં બીજીવાર કરોડોનો ગાંજો ઝડપાયો:સીટની પાછળ વેક્યૂમ પેક 1.97 કિલો હાઈડ્રોપોનિક ગાંજો છુપાવ્યો હતો, ફરી એર ઇન્ડિયાની બેંગકોક ફ્લાઈટમાં જ ડ્રગ્સની હેરાફેરી

    6 days ago

    સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ જણાય છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ હાથ ધરતા કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એરક્રાફ્ટની સીટ પાછળ છુપાવવામાં આવેલા હાઈડ્રોપોનિક (હાઈબ્રિડ) ગાંજાના પેકેટો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાએ સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ નેટવર્ક પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સુરત એરપોર્ટ પર 7 દિવસમાં બીજીવાર કરોડોનો ગાંજો ઝડપાયો છે. 1.97 કિલો હાઈડ્રોપોનિક ગાંજો સીટની પાછળ વેક્યૂમ પેક કરીને છુપાવ્યો હતો કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ નંબર IX-263 ના એરક્રાફ્ટમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીટ નંબર 28A, 28B, 28E અને 28F ના બેકરેસ્ટમાંથી બ્રાઉન ટેપથી વીંટાળેલા સાત વેક્યૂમ પેક્ડ પોલિથિન પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં કુલ 1972.20 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ભરવામાં આવ્યો હતો. ઉચ્ચ ગુણવત્તાવાળા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1.90 કરોડ આંકવામાં આવી રહી છે. અધિકારીઓએ તાત્કાલિક અસરથી તમામ મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. દિલ્હી અને યુપીના પેસેન્જર સહિત 3 આરોપીઓની ધરપકડ ડ્રગ્સના પેકેટો મળી આવ્યા બાદ કસ્ટમ વિભાગે શંકાના આધારે બે મુસાફરોની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ બંને મુસાફરો પૈકી એક ઉત્તર પ્રદેશના બાગપતનો અને બીજો દિલ્હીનો હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાની સંડોવણી કબૂલી હતી અને ત્રીજા શખ્સનું નામ આપ્યું હતું. આ ત્રીજો વ્યક્તિ સુરતથી દિલ્હી જતી ડોમેસ્ટિક ફ્લાઈટ IX-1264માં આ નશીલો પદાર્થ આગળ લઈ જવાનો હતો. કસ્ટમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્ક તોડવા કવાયત તેજ કરી છે. માત્ર 7 દિવસમાં ફરી એ જ ફ્લાઈટમાંથી ડ્રગ્સ મળતા એજન્સીઓ સતર્ક સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બરાબર સાત દિવસ પહેલા, એટલે કે 14 માર્ચ 2026ના રોજ પણ આ જ ફ્લાઈટ નંબર IX-263માંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. સતત બીજી વાર એ જ એરલાઇન અને એ જ રૂટ પરથી નશીલો પદાર્થ મળી આવતા કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ કોઈ ચોક્કસ પેટર્ન મુજબ કામ કરી રહ્યા છે. સાત દિવસમાં બે મોટા કેસ સામે આવતા હવે સુરત એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. 14 માર્ચે સીટ નીચેથી 1.65 કરોડનો લાવારિસ ગાંજો મળી આવ્યો હતો ગયા શનિવારે પણ એર ઇન્ડિયા એક્સપ્રેસની આ જ ફ્લાઈટમાં તપાસ દરમિયાન સીટ નંબર 12E અને 12F નીચે સેફ્ટી જેકેટ રાખવાના પાઉચમાંથી 1656.07 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળ્યો હતો, જેની કિંમત 1.65 કરોડ હતી. જોકે, તે સમયે કોઈ પેસેન્જરે આ માલ પર દાવો કર્યો ન હતો અને તે લાવારિસ હાલતમાં મળી આવ્યો હતો. આ બંને કેસમાં જે રીતે માલ છુપાવવામાં આવ્યો હતો, તેમાં ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે, જે કોઈ મોટી ગેંગની સંડોવણી તરફ ઈશારો કરે છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના સોર્સની તપાસ શરૂ કરાઈ ઝડપાયેલો પદાર્થ હાઈડ્રોપોનિક ગાંજો (કેનાબીસ) હોવાનું ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા કન્ફર્મ થયા બાદ, કસ્ટમ વિભાગે NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સનો મુખ્ય સોર્સ ક્યાં છે અને તે ક્યાં દેશમાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. અધિકારીઓ એ પણ તપાસી રહ્યા છે કે આ રેકેટમાં એરપોર્ટના કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ. હાઈડ્રોપોનિક ગાંજો અત્યંત મોંઘો અને માદક હોવાથી ડિમાન્ડમાં સામાન્ય ગાંજા કરતા હાઈડ્રોપોનિક ગાંજો ઘણો વધુ નશીલો અને મોંઘો હોય છે, કારણ કે તે માટી વગર માત્ર પોષક તત્વો ધરાવતા પાણીમાં ઉગાડવામાં આવે છે. આ પ્રકારનું ડ્રગ્સ હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં અને મેટ્રો સિટીમાં મોંઘા ભાવે વેચવામાં આવે છે. સુરતને ડ્રગ્સ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે વાપરવાના માફિયાઓના પ્રયાસોને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યા છે. હાલમાં બંને કેસની વિગતોને જોડીને આખા રૂટ અને તેના માસ્ટર માઇન્ડની શોધખોળ કરવામાં આવી રહી છે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ચેકિંગ સઘન છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 3.55 કરોડની કિંમતનો કુલ 3.6 કિલો જેટલો ગાંજો પકડાયા બાદ સુરત એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. દરેક ઇન્ટરનેશનલ ફ્લાઈટના આગમન બાદ એરક્રાફ્ટના ખૂણેખૂણાની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતે આ કેસનું મોનિટરિંગ કરી રહ્યા છે. મુસાફરોની હિલચાલ પર બાજનજર રાખવા માટે સીસીટીવી ફૂટેજ અને ઇન્ટેલિજન્સ નેટવર્કનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.1500 કરોડના સાઈબર ફોડ કેસમાં આરોપીની જામીન અરજી રદ:15થી વધુ આરોપીઓની ગેંગે ઓનલાઈન ગેમીંગ મારફત સેંકડો લોકોના નાણાની ઉચાપત કરી હોવાની સેશન્સ કોર્ટે નોંધ લીધી
    Next Article
    ભરૂચથી પાટણ નવી ST બસ સેવા શરૂ:ધારાસભ્યના હસ્તે લોકાર્પણ, મુસાફરોને મળશે સીધી સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment