Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાની દિલ્હી-લંડન ફ્લાઇટમાં ટેકનિકલ ખામી:7 કલાક હવામાં રહ્યા પછી પરત ફરી, 15 માર્ચે પણ ન્યૂયોર્કથી આવતી વખતે ડાયવર્ટ કરવી પડી હતી

    15 hours ago

    નવી દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું A350 વિમાન ગુરુવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પાછું ફર્યું. આ વિમાન લગભગ સાત કલાક સુધી હવામાં રહ્યું. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, વિમાને ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. લગભગ ચાર કલાક પછી, જ્યારે તે સાઉદી અરેબિયાના એરસ્પેસમાં હતું, ત્યારે તેને પાછું વાળવાનો નિર્ણય લેવાયો. કુલ મળીને વિમાન લગભગ સાત કલાક સુધી હવામાં રહ્યા પછી બપોરે લગભગ 12:30 વાગ્યે દિલ્હી પાછું પહોંચ્યું. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીથી લંડન જતી ફ્લાઇટ AI111 એ શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે સાવચેતીના ભાગરૂપે પાછા ફરવાનો નિર્ણય કર્યો. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને હવે તેની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં થોડો સમય લાગી શકે છે. સૂત્રો અનુસાર, વિમાનમાં ઉડાન દરમિયાન કેટલાક અસામાન્ય અવાજો સંભળાયા હતા. એરલાઇને મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને વહેલી તકે લંડન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, A350-900 (VT-JRF) વિમાનને અગાઉ પણ 15 માર્ચે ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને આયર્લેન્ડના શેનોન શહેર તરફ ડાયવર્ટ કરવી પડી હતી. એર ઇન્ડિયાએ A350-900 વિમાનનું સંચાલન જાન્યુઆરી 2024થી શરૂ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    March 26, 2026: How the Delhi Assembly is swallowing the truth on air monitors
    Next Article
    નદીમાં ગેરકાયદે પુલ બનાવ્યા, દિવસ-રાત ડમ્પરોની દોડધામ:ભાજપ નેતાના પુત્ર, ભાઈની ધોંસ સામે અધિકારી ઢીલા પડ્યા; દોઢ મહિનાની તપાસમાં સાબરમતીમાં ખનનનું રેકેટ ખુલ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment