Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક અને ડીજેના નિયમો અંગે જૂનાગઢ પોલીસની મહત્વની બેઠક:ગેરકાયદે રિક્ષાઓ સામે 7 દિવસની ખાસ ડ્રાઇવ યોજાશે, રાત્રે 10:30 પછી ડીજે વગાડનારાઓ સામે નોંધાશે ગુનો

    15 hours ago

    ​જૂનાગઢ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક નિયમન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ખાસ મીટિંગમાં જૂનાગઢ શહેરના રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો, મ્યુઝિક સિસ્ટમ સંચાલકો તેમજ ડીજેના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વેપારીઓ, નાની કમાણી કરતા રિક્ષા ચાલકો અને સામાન્ય જનતા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જાળવી રાખવાની સાથે કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવાનો છે. આ બેઠકમાં શહેરની ટ્રાફિક સમસ્યાના નિવારણ અને ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. યોગ્ય નંબર પ્લેટ અને પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા સૂચનાઓ જૂનાગઢના ડીવાયએસપી એ.એસ.પટ્ટણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં રિક્ષા એસોસિએશન, મ્યુઝિક સિસ્ટમ ચલાવનારા તેમજ ડીજેના જે વેપારીઓ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અંદાજિત 150 જેટલી સંખ્યામાં જૂનાગઢના રહીશો અને વ્યવસાયિકો હાજર રહ્યા હતા. મીટિંગ દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન કરવા બાબતે રિક્ષા એસોસિએશનને રિક્ષાઓ પર યોગ્ય રીતે નંબર પ્લેટ લગાવવા તેમજ પાર્કિંગ સુવ્યવસ્થિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારની નડતરરૂપ સ્થિતિનો સામનો ન કરવો પડે. જૂનાગઢ પોલીસની 7 દિવસની એક ખાસ ડ્રાઇવ આ બેઠકમાં બહારથી આવતી ગેરકાયદેસર રિક્ષાઓ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જે રિક્ષા ચાલકો બહારથી આવે છે, જેમની પાસે કાયદેસરનું લાયસન્સ નથી હોતું, અથવા જેમની નંબર પ્લેટમાં ખામી હોય છે અને જેઓ ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરે છે, તેમના કારણે જૂનાગઢના સ્થાનિક રિક્ષા ડ્રાઈવરોને ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિક રિક્ષા ચાલકોની આ કમ્પ્લેન અને રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ખાતરી આપીએ છીએ કે હવે પછી આ સિસ્ટમમાં જરૂરથી સુધારો લાવીશું. આવી ગેરકાયદેસર રિક્ષાઓ બહારથી આવીને જૂનાગઢની ટ્રાફિક નિયમન વ્યવસ્થા પર જે ખરાબ અસર કરી રહી છે, તેને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક શાખા તેમજ એ, બી અને સી પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આવનારા દિવસોમાં અમે આ બાબતે સખત પગલાં લેવાના છીએ અને 7 દિવસની એક ખાસ ડ્રાઇવનું આયોજન પણ કરવાના છીએ. તેરા તુજકો અર્પણ યોજના હેઠળ નેત્રમ શાખાને 19મો એવોર્ડ રિક્ષા ડ્રાઈવરો તરફથી એક ખૂબ જ સરસ રજૂઆત પણ સામે આવી હતી. મુસાફરો રિક્ષામાં જે વસ્તુઓ ભૂલી જતા હોય છે, તે વસ્તુઓ રિક્ષા ચાલકો દ્વારા પ્રમાણિકતાથી પરત આપવામાં આવી છે. નેત્રમ શાખાના માધ્યમથી પ્રજાની આ જે મળેલી વસ્તુઓ મૂળ માલિકને પરત સોંપવામાં આવી, તેની અમારા એસપી દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવી છે. અમે તમામ એવા પ્રમાણિક રિક્ષા ડ્રાઈવરોને ખૂબ-ખૂબ અભિનંદન આપીએ છીએ અને આવી સરસ કામગીરી કરવા બદલ તેમનો આભાર માનીએ છીએ. જૂનાગઢ પોલીસ પણ 'તેરા તુજકો અર્પણ' યોજના હેઠળ રહીશોની ગુમ થયેલી મિલકત, કિંમતી દાગીના, રોકડ રૂપિયા, મોબાઈલ અને લેપટોપ જેવી અગત્યની વસ્તુઓ શોધીને તેમને પરત સોંપે છે, જેના કારણે હાલમાં જ નેત્રમ શાખાને 19મો એવોર્ડ મળેલો છે. રાત્રે 10:30 પછી ડીજે વગાડનારાઓ સામે ગુનો નોંધાશે આ બેઠકમાં રાત્રિના સમયે વાગતા ડીજે અંગે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન હેઠળ રાત્રે 10:30 વાગ્યા સુધી જ ડીજે વગાડવાનું રહેશે. જો ત્યાર પછી પણ કોઈ નિયમભંગની રજૂઆત કે ફરિયાદ મળશે, તો જવાબદારો વિરૂદ્ધ વોઇસ પોલ્યુશન એક્ટ હેઠળ અને કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની સાથે જ, જે લોકો ડીજે વાગતું હોય ત્યારે પોતાનો ફેરો ભરીને ખાલી રોડ ઉપરથી નીકળતી વખતે પણ વગાડતા રહે છે અને પોતાની કંપનીની એડવર્ટાઇઝ કે જાહેરાત કરતા હોય છે, તેવા લોકોને પણ સખત સૂચના આપવામાં આવી છે કે આ રીતની પ્રવૃત્તિ કરનારાઓ પોતાની ભૂલો સુધારી લે, અન્યથા તેમની સામે કડક પગલાં લેવાશે. ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા કટિબદ્ધ ​અમારો મુખ્ય હેતુ એ છે કે વેપારીઓ કે સામાન્ય પ્રજાને કોઈ નુકસાન ન થાય અને શહેરમાં એક સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે. ખાસ કરીને રિક્ષા ડ્રાઈવરો જે નાની કમાણી કરતા હોય છે, તેમનો પૂરો સહકાર મળી રહે અને તેઓ કોઈ ખોટી રીતે દંડાય નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ સિવાય, રિક્ષા સ્ટેન્ડની વ્યવસ્થામાં જે થોડી અવ્યવસ્થા છે તે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ અમે રજૂઆત કરીને એક સંયુક્ત મીટિંગ કરવાના છીએ. આવનાર દિવસોમાં અમે ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ.
    Click here to Read More
    Previous Article
    પાટણ સાયબર ક્રાઇમે મ્યુલ હન્ટ 2.0 માં એક આરોપીને ઝડપ્યો:બેંક દસ્તાવેજો, સિમકાર્ડ સાથે ઝડપાયો; ગોવાના સાગરીતની શોધખોળ શરૂ
    Next Article
    Toddler suffers cobra bite in Pune district, snakebite reporting rules in focus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment