Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન માટે વડોદરા સેન્ટ્રલ જેલની ગાઈડલાઈન જાહેર:બહેનો કેદી ભાઈઓને રાખડી બાંધી શકશે, સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી પ્રવેશ અને ID પ્રૂફ ફરજિયાત

    1 day ago

    પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓ પોતાની બહેનો પાસેથી રાખડી બંધાવી શકે તે હેતુથી જેલ પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમના આ તહેવારની સુરક્ષિત ઉજવણી થાય તે માટે જેલ તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મુલાકાતે આવતી બહેનો માટે ચોક્કસ નિયમો નિયત કરવામાં આવ્યા છે. સવારે 7થી 1 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન, સગી બહેનોને જ પ્રવેશ મળશે જેલ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓ અનુસાર, રક્ષાબંધનના પર્વે સવારે 7:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી જ મુલાકાતી બહેનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. નિયત સમયમર્યાદા બાદ કોઈપણ વ્યક્તિને જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. દરેક બંદીવાન સાથે માત્ર એક જ વાર મુલાકાતની મંજૂરી મળશે અને મુલાકાત માટે માત્ર સગી બહેનને જ પ્રવેશ અપાશે. જો કોઈ કેદીની 1 કરતાં વધુ સગી બહેનો હોય, તો તમામે અલગ-અલગ આવવાના બદલે એકસાથે જ પ્રવેશ મેળવવાનો રહેશે. આ ઉપરાંત ઓળખના પુરાવા તરીકે માન્ય ઓળખકાર્ડની નકલ સાથે લાવવી ફરજિયાત રહેશે. બહારની મીઠાઈ અને મોબાઈલ પર પ્રતિબંધ જેલની આંતરિક સુરક્ષા અને કેદીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને બહારથી લાવવામાં આવતી કોઈપણ પ્રકારની ખુલ્લી કે પેકિંગ મીઠાઈ સ્વીકારવામાં આવશે નહીં. બહેનો પોતાના ભાઈનું મોં મીઠું કરાવી શકે તે માટે જેલ પરિસરમાં જ બરોડા ડેરીની પેકિંગ મીઠાઈની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જેલ પરિસરમાં મોબાઈલ ફોન, પર્સ કે અન્ય કોઈ પણ કિંમતી ચીજવસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જેલ તંત્ર દ્વારા મુલાકાતીઓને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતી બહેનોને રક્ષાબંધનની ભેટ:28 ઓગસ્ટે BRTS અને સિટી બસમાં મહિલાઓ તેમજ 15 વર્ષ સુધીના બાળકો માટે મુસાફરી તદ્દન ફ્રી
    Next Article
    The Revolutionaries Trailer: Bhuvan Bam, Rohit Saraf Fight For India's Freedom

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment