Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતી બહેનોને રક્ષાબંધનની ભેટ:28 ઓગસ્ટે BRTS અને સિટી બસમાં મહિલાઓ તેમજ 15 વર્ષ સુધીના બાળકો માટે મુસાફરી તદ્દન ફ્રી

    1 day ago

    સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શહેરની બહેનો માટે મોટો અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ આગામી 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધનના પર્વે સુરત મનપા સંચાલિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસોમાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે વિનામૂલ્યે (ફ્રી) રાખવાની જાહેરાત કરવામાં આવી છે. 15 વર્ષ સુધીના બાળકોને પણ ટિકિટમાંથી મુક્તિ મળશે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ વિશેષ સુવિધા અંતર્ગત માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ તેમની સાથે પ્રવાસ કરી રહેલા 15 વર્ષ સુધીના તમામ બાળકોને પણ કોઈપણ પ્રકારની ટિકિટ વગર મફત મુસાફરીનો લાભ મળશે. સુરત શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સમગ્ર નેટવર્કમાં દોડતી તમામ બીઆરટીએસ (BRTS) અને સિટી બસોમાં આ યોજના આખો દિવસ અમલી રહેશે, જેથી બહેનો કોઈપણ પ્રકારના આર્થિક બોજ વિના સરળતાથી પોતાના ભાઈના ઘરે પહોંચી શકે. ટ્રાફિક નિયંત્રણ અને સુગમ પ્રવાસ માટે જાહેર પરિવહનનો લાભ લેવા અપીલ તહેવારના દિવસે રસ્તાઓ પર ખાનગી વાહનોનું ભારણ ઘટે, ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને મહિલાઓની મુસાફરી વધુ સલામત અને સુવિધાજનક બને તે હેતુથી સુરત મહાનગરપાલિકાએ આ સંવેદનશીલ પહેલ હાથ ધરી છે. મનપા પ્રશાસને સુરતની તમામ મહિલાઓ અને નાગરિકોને રક્ષાબંધનના પવિત્ર દિવસે જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરી યોજનાનો લાભ લેવા ભાવભરી અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:કેટરર્સમાં કામે જતી સગીરાને ભોમેશ્વર વિસ્તારના શખ્સે પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં લઈ જઈ ચાર વખત શરીર સબંધ બાંધ્યા
    Next Article
    રક્ષાબંધન માટે વડોદરા સેન્ટ્રલ જેલની ગાઈડલાઈન જાહેર:બહેનો કેદી ભાઈઓને રાખડી બાંધી શકશે, સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી પ્રવેશ અને ID પ્રૂફ ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment