Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠાપુર પોલીસે 69,300 રૂપિયાનો દારૂ ઝડપ્યો:એક આરોપીની ધરપકડ, 63 બોટલ જપ્ત કરાઈ

    10 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે ગેરકાયદે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ 63 બોટલ વિદેશી દારૂ અને એક મોબાઈલ ફોન સહિત 69,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી 21 જૂન, 2026ના રોજ કરવામાં આવી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે આરંભડા જીઆઈડીસી પાસે આવેલા નાગેશ્વર ગામની ગજાડી સીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ દારૂનો જથ્થો પકડ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 63 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત 69,300 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 500 રૂપિયાનો એક બ્લુ કલરનો કીપેડ મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. બાતમી મુજબ, નાગેશ્વર ગામની ગજાડી સીમમાં ગજાડી તળાવ પાસે ખડની ઝાડીમાં એક વ્યક્તિ ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખીને હેરાફેરી કરી રહ્યો હતો.બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી રણમલભા સામરાભા સુમણિયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા રિલીફ રોડ પર હત્યા:રસ્તા પર લોહીના રેલા ચાલ્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
    Next Article
    પાટણમાં ઝેરોક્ષની દુકાનમાંથી નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું:500 રૂપિયાની 492 બનાવટી નોટો સાથે બે ઝડપાયા, ત્રણ ફરાર; દિલ્હી કનેક્શનનો ખુલાસો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment