Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ઝેરોક્ષની દુકાનમાંથી નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું:500 રૂપિયાની 492 બનાવટી નોટો સાથે બે ઝડપાયા, ત્રણ ફરાર; દિલ્હી કનેક્શનનો ખુલાસો

    9 hours ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં નકલી ચલણી નોટો બનાવવાના મોટા કૌભાંડનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. 'શિવાય ઇન્ફોટેક' નામની ઝેરોક્ષની દુકાનની આડમાં ભારતીય ચલણ જેવી દેખાતી 500 રૂપિયાની બનાવટી નોટો છાપી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો ભાંડો ફોડવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની કુલ 492 નકલી નોટો, પ્રિન્ટિંગ માટે વપરાતા સાધનો અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝેરોક્ષની દુકાનની આડમાં નકલી નોટો છાપવાનું કામ થતું હતું પાટણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ચાણસ્મા પોલીસ અને એફએસએલ અધિકારીઓની હાજરીમાં દેલમાલ ગામે આવેલી ઝેરોક્ષની દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાં કોમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સ્થળ પરથી 492 બનાવટી નોટો ઉપરાંત પ્રિન્ટર, કોમ્પ્યુટર, શાહી, A4 સાઇઝના કાગળ, પ્રિન્ટ કરેલા શીટ, કાતર, મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂ. 1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક યુવક અને એક સગીરની અટકાયત, 3 ફરાર આ કેસમાં પોલીસે દેલમાલ ગામના નિકુલજી હમીરજી ઠાકોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ કૌભાંડમાં ધીરજ ચૌહાણ (મૂળ બનાસકાંઠા, હાલ દિલ્હી), કૈલાશ (મૂળ રાજસ્થાન, હાલ દિલ્હી) અને પપ્પુ ઠાકોર (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) નામના ત્રણ આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. હાલ તેઓ ફરાર હોવાથી તેમની ધરપકડ માટે વિવિધ ટીમો કામે લાગી છે. પકડાયેલા આરોપીઓનું દિલ્લી કનેક્શન પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ દિલ્હીમાં એક આંગણિયા પેઢીમાં કામ કરતા હતા. ત્યાં કેટલાક ઇસમો સાથે સંપર્ક થતાં નકલી ચલણી નોટોની માંગ ઉભી થઈ હતી, જેના આધારે દેલમાલમાં આ પ્રિન્ટિંગનું ગેરકાયદેસર કામ શરૂ કરવામાં આવ્યું હતું. તૈયાર કરાયેલી નોટો દિલ્હીની એક આંગણિયા પેઢી સુધી પહોંચાડવાની યોજના હોવાનું પણ સામે આવ્યું છે. પાટણ પોલીસ હવે આ નકલી ચલણી નોટોનું રેકેટ કેટલા સમયથી કાર્યરત હતું, અત્યાર સુધી કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી હતી અને તેમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વિસ્તૃત તપાસ કરી રહી છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આવા ગંભીર ગુનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મીઠાપુર પોલીસે 69,300 રૂપિયાનો દારૂ ઝડપ્યો:એક આરોપીની ધરપકડ, 63 બોટલ જપ્ત કરાઈ
    Next Article
    Gujarat Rain Prediction Live | વરસાદની રાહ જોતા હોય તો મોટા સમાચાર જાણી લો! | Amreli | Valsad | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment