Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપકોર્નની આડમાં દારૂની હેરાફેરી:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કન્ટેનરમાંથી રૂ. 6.90 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

    8 hours ago

    વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર ચિકોદરા ગામ નજીક આપેશ્વર મહાદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી હતી અને કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પોપકોર્નની આડમાં છુપાવેલા દારૂનો જથ્થો ભરેલા ટ્રક સહિત રૂ. 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોપકોર્નના બોક્સની આડમાં દારૂની હેરાફેરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલા ટાટા કંપનીના ટ્રક કન્ટેનરમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેના આધારે પોલીસે રેડ કરી હતી અને તપાસ દરમિયાન ટ્રક કન્ટેનરમાંથી 6.90 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ તેમજ પોપકોર્નના બોક્સ અને ટ્રક સહિત કુલ 25.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી સલીમ શેર મહંમદ મુસ્લિમ ઝડપાઈ ગયો છે. જ્યારે દારૂ મોકલનાર વિકાસ રાજેન્દ્રકુમાર ગુપ્તા (રહે.દિલ્હી) અને અન્ય અજાણ્યા આરોપીઓ પકડાયા નથી. જેથી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં અવારનવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના કટીંગ ઉપર રેડ કરવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયા દારૂ અગાઉ પકડાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 77,000ના સ્તરે આવ્યો:નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો, 24,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે
    Next Article
    દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ:માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40ને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment