Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજારથી વધુ બેઠક પર પ્રવેશ:કમ્પ્યૂટર, IT અને ICT બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ, ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓનો રસ ઓછો, 45 ટકા બેઠકો ખાલી રહે તેવો અંદાજ

    4 days ago

    ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષ માટે 69 હજાર કરતા વધુ બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકશે. 29 જૂનના કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. ગયા વર્ષ કરતા વધુ બેઠકો ભરાય તેવો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમ્પ્યૂટર, IT અને ICT આ ત્રણેય બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. સિટી અને રુરલ વિસ્તારમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ અલગ અલગ જોવા મળી રહી છે. ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ સહિતની બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને રસ ઓછો જોવા મળતો હોવાથી તેમાં બેઠકો વધારે ખાલી રહી શકે છે. ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ હવે રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC) દ્વારા પ્રથમ વર્ષ ડિપ્લોમા કોર્સ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી, ગ્રાન્ટ-ઇન-એડ અને સ્વનિર્ભર પોલિટેકનિક કોલેજોની મળીને અંદાજે 69 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ 19 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે, જ્યારે 29 જૂને કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. અત્યાર સુધીમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી, ચોઈસ ફિલિંગ અને ફાઈનલ એલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાશે. ટેકનિકલ ક્ષેત્રમાં ઝડપથી વધતી તકોને કારણે આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસક્રમ તરફ વળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ધોરણ 10 પછી સીધા ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા કોર્સ પ્રથમ પસંદગી બની રહ્યો છે. આ વર્ષે પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) બ્રાન્ચમાં સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં વધી રહેલી રોજગારીની તકોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને આ બ્રાન્ચોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની પસંદગી અલગ અલગ જોવા મળી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં IT આધારિત કોર્સીસ તરફ વિદ્યાર્થીઓનો ભારે ઝોક છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ જેવી બ્રાન્ચોને પસંદ કરવામાં આવી રહી છે. સરકાર અને ટેકનિકલ સંસ્થાઓ દ્વારા નવા યુગના કોર્સીસ શરૂ કરવામાં આવ્યા હોવા છતાં વિદ્યાર્થીઓમાં પૂરતી અવરનેસના અભાવે ઘણી બેઠકો ખાલી રહેતી હોય છે. ઓટોમેશન એન્ડ રોબોટિક્સ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને એન્વાયરમેન્ટલ ટેક્નોલોજી જેવી બ્રાન્ચોમાં રસ ઓછો જોવા મળી રહ્યો છે. દર વર્ષે નવી અને સ્પેશિયલાઈઝ્ડ બ્રાન્ચોમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતી હોવાના કારણે ટેકનિકલ શિક્ષણ વિભાગ માટે પણ પડકાર ઊભો થાય છે. અનેક પોલિટેકનિક કોલેજોમાં ઓટોમેશન, રોબોટિક્સ અને પ્લાસ્ટિક ટેક્નોલોજી જેવી બ્રાન્ચમાં 40થી 60 ટકા સુધી બેઠકો ખાલી રહેતી હોવાનું સામે આવ્યું છે. ક્રિએટિવ અને ડિઝાઇન આધારિત કોર્સમાં વિદ્યાર્થીઓનો રસ સતત વધી રહ્યો છે. ખાસ કરીને શહેર વિસ્તારમાં કોસ્ચ્યુમ ડિઝાઈનર અને ફેશન ટેક્નોલોજી કોર્સમાં મહિલા વિદ્યાર્થીઓનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત જેવી સિટી આધારિત કોલેજોમાં આ કોર્સની બેઠકો દર વર્ષે સંપૂર્ણ ભરાઈ જતી હોવાનું પણ સામે આવ્યું છે. ACPDCના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે, અત્યારે કેમિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમજ સોફ્ટ બ્રાન્ચમાં જોવા જઈએ તો કમ્પ્યૂટર, IT અને ICT આ ત્રણેય બ્રાન્ચમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. અત્યારે સરકારની પોલીસી સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી રહી છે. સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે EC બ્રાન્ચના વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટમાં વધારો થઈ ગયો છે. જેથી આ બ્રાંચમાં નોકરીની તક વધુ હોવાથી વિદ્યાર્થીઓની ડિમાન્ડ પણ વધી રહી છે. તે સિવાય સિવિલ, ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ તે બધી બ્રાન્ચના પણ ડિમાન્ડ ખૂબ જોવા મળી રહ્યું છે. તેમજ ઑટોમોબાઇલ સહિતની બ્રાન્ચના પણ અત્યારે વિદ્યાર્થીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. ઓછી ડિમાન્ડના કોર્સને લઈને ભાસ્કર ઐયરે જણાવ્યું હતું કે, જોકે ઘણા એવા કોર્સ છે કે જે અર્બન વિસ્તારમાં બેઠકો ફુલ થઈ જાય છે. તે જ બ્રાન્ચ નાના વિસ્તારમાં એટલે ગોધરા, દાહોદ સહિતના વિસ્તારમાં તે જ કોર્સની ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે. પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરતમાં તમામ બેઠક ફુલ થઈ જાય છે. કોસ્ચ્યુમ ડિઝાઈનર કોર્સ જે મહિલાઓ માટે છે. જે અમદાવાદમાં ગર્લ્સ પોલિટેકનિકમાં ચાલે છે ત્યાં 100 ટકા બેઠકો ભરાઈ જાય છે. પરંતુ આ જ કોર્સ ભાવનગર, હિંમતનગરમાં ચાલે છે ત્યાં અવેરનેસ ન હોવાથી બેઠકો ખાલી રહી જતી હોય છે. આવા કોર્સમાં જોબ પ્લેસમેન્ટ, પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકાતો હોય છે. જેથી સિટીમાં અવેરનેસ વધુ હોવાથી બેઠકો ભરાઈ જતી હોય છે તેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમજ ઓટોમેશન રોબોટિકસ, રીન્યુએબલ એનર્જી, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ સહિતની બ્રાન્ચમાં બેઠકો ખૂબ ઓછી ભરાતી હોય છે. અવેરનેસ અને જોબ પ્લેસમેન્ટમાં ક્લેરિફિકેશન ન હોવાથી વિદ્યાર્થીઓ ઓછો રસ દાખવી રહ્યા છે. હજુ પણ ઘણી બધી કોલેજોની એપ્રુવલ બેઠકોની યાદી બાકી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં બેઠકો વધારે ભરાઈ રહી છે. ગયા વર્ષે સરકારી કોલેજોમાં 87 ટકા જેટલી બેઠકો પરાઈ હતી. જેથી આ વર્ષે પણ ઓવરઓલ બેઠકો વધારે ભરાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈની વધુ એક સોસાયટીમાં બકરાને લઈને વિવાદ:ઘાટકોપરની સોસાયટીમાંથી બકરા કાઢવા પોલીસ પહોંચી, પરવાનગી વિના કુરબાની માટે લાવવામાં આવ્યા
    Next Article
    સુરેન્દ્રનગર PGVCL કચેરીએ સ્થાનિકોનું વિરોધ-પ્રદર્શન:કૃષ્ણનગરના રહીશોને 4 મહિનાથી વીજબિલ ન આવ્યાનો લગાવ્યો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment