Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડિલિવરી બોયે 6.87 લાખના ફોન સહિતના પાર્સલની ચોરી કરી:અમદાવાદમાં યુવકે ગૂગલ Pixel સહિતના મોબાઈલ બોક્સમાંથી કાઢી પાકીટ, પાવરબેંક અને પૂંઠા મૂકી દીધા

    7 hours ago

    અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી એક લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોયે કંપનીમાંથી 6.87 લાખની કિંમતના મોબાઈલ ફોન અને અન્ય પાર્સલની ચોરી કરી હતી. ડિલિવરી બોયે Google Pixel સહિતના મોંઘા ફોનના બોક્સમાંથી મોબાઈલ કાઢી પાકીટ, પાવરબેંક અને પૂંઠાનો રોલ મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચાર મોબાઈલ કાઢીને પાકીટ, પાવરબેંક સહિતનો રોલ મૂકી દીધો જુહાપુરામાં રહેતા અને નવાવાડજ નિર્ણયનગર ખાતે આસ્થા ઓપલ બિલ્ડિંગમાં આવેલી 'ઈન્સ્ટા કાર્ટ સર્વિસીસ પ્રા. લિ.'માં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા અતિક અહેમદ સૈયદે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. કંપનીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ રાજસ્થાનના ઝાલોરના મુલી ગામના રહેવાસી હનુમાનરામ મેવારામને ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યો હતો. 27 ઓગસ્ટના રોજ સવારે આરોપી હનુમાનરામ સ્ટોર પરથી અલગ-અલગ પાર્સલ ડિલિવરી કરવા નીકળ્યો હતો. જેમાંથી 4 મોંઘા મોબાઈલ ફોનના પાર્સલ તેણે ગ્રાહકોને પહોંચાડવાને બદલે અનડિલિવર્ડ બતાવી પરત જમા કરાવ્યા હતા. પાછળથી આ બોક્સ તપાસતા તેમાં છેડછાડ જણાઈ હતી. આરોપીએ રૂ. 3.90 લાખની કિંમતના ચાર મોબાઈલ કાઢી લઈ તેની જગ્યાએ બોક્સમાં પાકીટ, પાવરબેંક, ફેસવોશ ક્રીમ અને કાગળના પૂંઠાનો રોલ મૂકી દીધો હતો. શંકા જતા ઈન્ચાર્જે CCTV ફૂટેજ તપાસ્યા 28 ઓગસ્ટના રોજ હનુમાનરામ ફરીથી સ્ટોર પર આવ્યો હતો અને બપોરે એક વાગ્યાના સુમારે 25 પાર્સલ ડિલિવરી માટે લઈને નીકળ્યો હતો. જોકે, સાંજ સુધી તે હિસાબ આપવા પરત ફર્યો ન હતો અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. શંકા જતા સ્ટોર ઈન્ચાર્જ બ્રજમોહનસિંહ તોમરે સ્ટોરના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ચોરી કરી સામાન બેગમાં મૂકી જતો દેખાયો જેમાં આરોપી સવારે 11:30 વાગ્યાની આસપાસ કોઈની નજર ન પડે તે રીતે અન્ય 8 પાર્સલ હતા જેમાં OPPO, MOTOROLA, vivo, realme કંપનીના 6 મોબાઈલ, ઘડિયાળ અને બૂટ સામેલ હતા જેની કિંમત રૂ. 2.65 લાખની ચોરી કરી પોતાની બેગમાં મૂકી જતો દેખાયો હતો. આમ, આરોપીએ કુલ 6.68 લાખનો મુદ્દામાલ પચાવી પાડ્યો હતો. આ મામલે અતિક અહેમદ સૈયદે વાડજ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં વન્યપ્રાણીઓની દહેશત:સેક્ટર-5માં ચાર દિવસથી ઝરખના આંટાફેરાથી રહીશોમાં ફફડાટ, અત્યાર સુધીમાં ત્રણ નીલગાયનું મારણ કર્યાનો સ્થાનિકોનો દાવો
    Next Article
    બોટાદની નવોદય વિદ્યાલય પાસે કચરામાં આગથી ધુમાડો ફેલાયો:૪૦૫ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમનો કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારીયાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment