Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીકઅપ ડાલાના ચોર ખાનામાંથી રૂ. 6.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:મહેસાણા LCB દ્વારા ઊંઝાના ઉનાવા ગામમાં કાર્યવાહી, રૂ. 9.33 લાખનો મુદ્દામાલ જપ્ત

    20 hours ago

    મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકાબંધી કરવા અને ગુનાઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. કામળીયાની ટીમે સમગ્ર જિલ્લામાં સતત પેટ્રોલીંગ અને વોચ ગોઠવીને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પી.આઈ. એ. એમ. કામળીયાને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે ઊંઝા તાલુકાના ઉનાવા ગામે મામુશાહ દરગાહ પાછળ રહેતો ઠાકોર સમતેશજી રેફુજી નામના ઇસમે રામનગર વિસ્તારમાં પોતાના કબજા ભોગવટાનું અશોક લેલેન્ડ કંપનીનું પીકઅપ ડાલુ (રજિસ્ટ્રેશન નંબર GJ-36-V-6463) પાર્ક કરી રાખેલ છે. આ ડાલાના પાછળના ભાગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપાર કરવાના હેતુથી ચોર ખાનું બનાવવામાં આવ્યું છે અને તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે. પતરાંની પ્લેટો મારીને નીચે ચોર ખાનું બનાવ્યું હતું બાતમીના આધારે LCB ના પી.એસ.આઈ. એ. ડી. કાકરેચા અને તેમની ટીમે પંચોને સાથે રાખીને રામનગર ખાતે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી મહેસાણા LCBએ પાર્ક કરેલું પીકઅપ ડાલુ શોધી કાઢ્યું હતું. જ્યારે વાહનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે માલ વાહકની બોડીમાં નવિન પતરાં પ્લેટો મારીને નીચે ચોર ખાનું બનાવેલું હોવાનું સામે આવ્યું હતું. આ પતરાં પ્લેટો હટાવીને તપાસ કરતાં અંદરથી ઉચ્ચ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોની વોકર, રેડ લેબલ સહિતની બ્રાન્ડ ઝડપી પોલીસે ચોર ખાનામાંથી ‘જેમસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઇરિશ વ્હિસ્કી’, ‘જોની વોકર રેડ લેબલ બ્રેન્ડેડ સ્કોચ વ્હિસ્કી’ અને ‘બ્લેક એન્ડ વ્હાઇટ બ્રેન્ડેડ સ્કોચ વ્હિસ્કી’ જેવી પ્રીમિયમ બ્રાન્ડની સીલબંધ કુલ 178 બોટલો (110.7 લીટર) જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 6,83,669/- થાય છે. આ સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ રૂ. 2,50,000ની કિંમતનું અશોક લેલેન્ડ પીકઅપ ડાલુ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ રૂ. 9,33,669 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન આરોપી ઠાકોર સમતેશજી રેફુજી હાજર મળી આવ્યો ન હોવાથી તેની સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેને પકડી પાડવા માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB PI એ. એમ. કામળીયા, PSI એ. ડી. કાકરેચા, ASI પીયુષકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલો મૌલિકકુમાર, વિજયકુમાર, સંજયસિંહ, જોરાજી, રાજેશજી અને જીગ્નેશભાઈ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ડીંડોલીની 'ભૂષણ ગેંગ' પર તવાઈ:પ્રવિણ શિરસાઠ હત્યા કેસમાં 6 આરોપીઓ જેલભેગા, 2 વોન્ટેડ ઝડપાયા; પોલીસ કમિશનરની મંજૂરી બાદ લાગ્યો ગુજસીટોક
    Next Article
    ગાંધીનગરમાં એકતા પરેડના 100 આર્મીમેન બીમાર:એક CRPF જવાનનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત, 43 જવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment