Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલવણ હાઇવે પર દારૂ ભરેલું ટેન્કર પકડાયું:6816 બોટલ દારૂ અને ટેન્કર સહિત 31.35 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો

    16 hours ago

    બજાણા પોલીસે વિરમગામ-માલવણ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર પકડ્યું છે. રાધે હોટલ પાસે GJ.08.Y.9855 નંબરના આ ટેન્કરમાંથી 6816 દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત 16,15,872 રૂપિયા છે. ટેન્કર 15,00,000 રૂપિયાનું અને એક મોબાઈલ ફોન 20,000 રૂપિયાનો જપ્ત કરાયો છે. કુલ 31,35,872 રૂપિયાનો મુદ્દામાલ બજાણા પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે ટેન્કરના ડ્રાઇવર સુભાષભાઇ ફરસારામ બિશ્નોઇ (રહે. ફલોદી, રાજસ્થાન) ને પકડ્યો છે. વિરમારામ હીરારામ (રહે. બાડમેર, રાજસ્થાન) સહિત અન્ય આરોપીઓ વોન્ટેડ છે. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી અને DySP એન.કે. પટેલના માર્ગદર્શન હેઠળ I/C પોલીસ ઇન્સ્પેકટર એ.કે. વાઘેલા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી. બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીનું નામ બદલાવવા પરિવાર હાઈકોર્ટ પહોંચ્યો:‘લક્ષ્મી’ની જગ્યાએ ‘વીણા’ રાખવાની માંગ; કહ્યું- જ્યોતિષ મુજબ વધુ શુભ, કર્ણાટક હાઈકોર્ટે આપી મંજૂરી
    Next Article
    અમદાવાદમાં ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:એક જૂથ વિરોધના સમર્થનમાં તો બીજૂ જૂથ કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવાના સમર્થનમાં, સેશન્સ કોર્ટ-ફેમિલી કોર્ટના દરવાજા બંધ કરી વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment