Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ટીપી શાખાની ઢીલી નીતિ:રાજકોટમાં ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂરી માટે આવેલી 6,808 ફાઇલો અટવાઇ, 15,615માંથી માત્ર 5,449 ફાઈલો મંજુર

    8 hours ago

    રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસરની માન્યતા આપવા માટે લાવવામાં આવેલી ઇમ્પેક્ટ ફી યોજના હેઠળની અરજીઓની પ્રક્રિયામાં આકરાં નિયમો અને ટીપી શાખાની ઢીલી નીતિનાં કારણે હજારો અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરવાની અંતિમ તારીખમાં ત્રણ-ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છતાં પેન્ડિંગ ફાઇલોનો નિકાલ થતો નથી. રાજકોટ કોર્પોરેશનમાં કુલ 15,615 ફાઇલ મંજૂરી અર્થે આવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 5,449 ફાઇલ જ મંજૂર થઈ શકી છે, જ્યારે 3,358 ફાઇલ ના મંજૂર કરવામાં આવી છે. બાકીની 6,808 જેટલી ફાઇલો ઇમ્પેક્ટ ફીના કાયદામાં રહેલી જટિલ વ્યાખ્યાઓ, કડક નિયમો અને નાની-મોટી ક્વેરીના કારણે હજુ પણ પેન્ડિંગ છે. પ્રાપ્ત વિગત મુજબ ઇમ્પેક્ટ ફી કાયદા હેઠળ રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 5,000 થી રૂ. 7,500 સુધીના સ્લેબ મુજબ ચાર્જ વસૂલવામાં આવે છે, જ્યારે કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 10,000 થી રૂ. 20,000 સુધીનો ઊંચો ચાર્જ નક્કી કરાયો છે. ખાસ કરીને બિન-રહેણાંક મિલકતો માટેના આટલા ઊંચા ચાર્જને કારણે અરજદારો અને વેપારીઓમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે અને અનેક લોકોએ ચાર્જમાં રાહત આપવાની માંગ કરી છે. ઉપરાંત ઇમ્પેક્ટ ફીના કાયદામાં રહેલી આંટીઘૂંટીઓ ફાઇલો અટકવાનું મુખ્ય કારણ બની છે. કાયદા મુજબ 50 ટકા પાર્કિંગ જાળવવું ફરજિયાત છે, જેના અભાવે અનેક બાંધકામો રેગ્યુલરાઇઝ થઈ શકતા નથી. નવી ફાયર સેફ્ટી એક્ટ હેઠળના જટિલ નિયમો જૂના લો-રાઇઝ અને હાઇ-રાઇઝ બાંધકામોમાં પાળવા અશક્ય બનતા ફાયર એનઓસીના અભાવે ફાઇલો અટકી છે. આ ઉપરાંત કોઈ ફ્લેટમાં વધારાનું ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવવું હોય તો તમામ ફ્લેટધારકોની સંમતિ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનનું એનઓસી ફરજિયાત હોવાથી પણ અનેક કિસ્સાઓ અટવાયા છે. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ કોર્પોરેશનની ટીપી શાખાની કામગીરી ભારે વિવાદમાં આવી છે. અને હાલ મોટા ભાગનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરાવવા મુકાયેલી ફાઇલો દોઢથી બે વર્ષથી માત્ર સ્થળ તપાસ અને એક ટેબલથી બીજા ટેબલે ગોથે ચડી રહી છે. આર્કિટેક્ટ અને બિલ્ડર લોબીના સૂત્રોના જણાવ્યા મુજબ દર વખતે જુદા-જુદા વાંધા કાઢી ફાઇલો ટલ્લે ચડાવાય છે. વધુમાં, ટીઆરપી કૌભાંડ બાદ પણ ટેબલ નીચેનો વહીવટ અને નૈવેદ્ય સિસ્ટમ યથાવત હોવાના અને વહીવટ થતાં જ ફાઇલો તુરંત મંજૂર થઈ જતી હોવાના ગંભીર આરોપો પણ લાગી રહ્યા છે. રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામોની વાત કરવામાં આવે તો કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર સૌથી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે. ઓનલાઇન અને ઓફલાઇન આવેલી અરજીઓના આંકડા દર્શાવે છે કે સૌથી વધુ અરજીઓ વોર્ડ નં. 8 અને 11ના પોશ વિસ્તારોમાંથી મળી છે. આ વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા કમ્પ્લિશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ ટીપી શાખાના આશીર્વાદથી ગેલેરી લંબાવવી, વધારાના રૂમ બનાવવા કે માર્જિન-કોર્નરની જગ્યાઓ પચાવી પાડવાનું ગેરકાયદે બાંધકામ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યું છે. યોગ્ય નીતિ અને ઝડપી નિકાલના અભાવે સામાન્ય અરજદારો હાલ હાલાકી ભોગવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Atiq Ahmed Son Abaan Funeral:अबान को कंधा देते ही फूट-फूटकर रोए तीनों भाई,Ali Ahmed ने बोले ये शब्द
    Next Article
    સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યા:નવી સિવિલના બોય્ઝ હોસ્ટેલમાં 30 વર્ષીય હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment