Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં તન્ના ટ્રેડર્સમાંથી 678 કિલો શંકાસ્પદ ચટણી સીઝ:FDCA એ કાર્યવાહી કરી, નમૂના લેબોરેટરી મોકલી નોટિસ અપાઈ

    3 days ago

    પાટણ શહેરના જૂના ગંજ બજાર વિસ્તારમાં આવેલા તન્ના ટ્રેડર્સમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા 678 કિલોગ્રામ શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત ₹20,340 આંકવામાં આવી છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા FDCA પાટણ દ્વારા જિલ્લામાં ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર એલ. એન. ફોફ દ્વારા જૂના ગંજ બજાર, પોલીસ ચોકી પાછળ આવેલ મે. તન્ના ટ્રેડર્સ ખાતે તપાસ કરાઈ હતી. તપાસમાં વેચાણ અર્થે રાખેલી લાલ ચટણી શંકાસ્પદ જણાતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નમૂનો લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પેઢીના જવાબદાર વ્યક્તિ રાજ હરેશભાઈ મોદી પાસેથી નમૂનો લેવાયો હતો. લેવામાં આવેલ નમૂનો લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત, પેઢીને સ્વચ્છતા અને જરૂરી સુધારા કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામ મર્ડર કેસના હિસ્ટ્રીશીટર ગૌતમ સવાણી સહિત 2ની ધરપકડ:બીજાના નામે બેંક ખાતું ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેક્શન કર્યા, સાયબર ક્રાઈમનું નેટવર્ક ઊભું કર્યું
    Next Article
    ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ફ્લીબનેટ સેન્ટર વચ્ચે 7 વર્ષના MoU:ઈન્ફ્લીબનેટના વૈજ્ઞાનિકો ગુજરાત યુનિ.માં Ph.D. ગાઇડ બનશે, વિદ્યાર્થીઓને મળશે ડિજિટલ લાઇબ્રેરીથી વૈશ્વિક જર્નલ્સ સુધીની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment