Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીના બાળકોના ભોજનનો દર 67 ટકા વધ્યો:રોજ પ્રતિ બાળક ₹8.50 ખર્ચાશે, 16.17 લાખ બાળકોને વધુ પૌષ્ટિક ભોજન મળશે; મેનુમાં મગ-ચણા, દાળ, લીલાં શાકભાજી-ફળો

    21 hours ago

    ગુજરાત સરકારે આંગણવાડીઓમાં 3થી 6 વર્ષનાં બાળકોને આપવામાં આવતા ગરમ અને પૌષ્ટિક ભોજનને વધુ સારું બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હૉટ કુકડ મીલ માટે પ્રતિ બાળક પ્રતિદિન આપવામાં આવતી રકમ ₹ 5.10થી વધારી ₹8.50 કરવામાં આવી છે. એટલે કે ભોજનની ખરીદી માટેના દરમાં 67 ટકાનો વધારો થયો છે. આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીમાં આવતા 16.17 લાખથી વધુ બાળકોને લાભ મળશે. આ નિર્ણય પાછળ રાજ્ય સરકાર વાર્ષિક આશરે ₹ 80 કરોડનો વધારાનો ખર્ચ ઉઠાવશે. મગ, ચણા, દાળ અને ફળોવાળું મેનુ તૈયાર કરાશે સરકારે માત્ર ભોજન માટેની રકમ જ વધારી નથી, પરંતુ બાળકોને મળતા ભોજનમાં પોષણ અને વિવિધતા વધારવા પણ આયોજન કર્યું છે. નવા સાપ્તાહિક મેનુમાં બાફેલા અથવા ફણગાવેલા મગ, તુવેરદાળ, મસાલા ચણા, મગ-ભાત, વેજિટેબલ પુલાવ, લીલાં શાકભાજીનાં મુઠિયાં, શાકભાજી-ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શીરો, સુખડી, દૂધીના ઢેબરાં, ગોળના પુડલા, ભાખરી, ઢોકળાં અને ઈડલી જેવી વાનગીઓ પણ આપવામાં આવશે. આંગણવાડીમાં બાળકોને સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવાનું આયોજન છે. મેનુમાં અલગ-અલગ દિવસ પ્રમાણે વિવિધ વાનગીઓ રાખવામાં આવશે, જેથી બાળકોને રોજ એકસરખું ભોજન ન મળે અને તેમને અલગ-અલગ પોષક તત્ત્વો મળી શકે. વધારાના ₹3.40નો ખર્ચ સરકાર ભોગવશે અત્યાર સુધી પ્રતિ બાળક પ્રતિદિન ₹ 5.10ની જોગવાઈ હતી, જેનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર 50:50ના ધોરણે ઉઠાવતી હતી. હવે તેમાં ₹ 3.40નો વધારો કરી કુલ રકમ ₹ 8.50 કરવામાં આવી છે. આ વધારાની સંપૂર્ણ રકમ રાજ્ય સરકાર પોતાના ખર્ચે આપશે. તેના માટે વાર્ષિક આશરે ₹ 80 કરોડનો ખર્ચ થશે. કઈ સામગ્રી માટે કેટલી રકમ ફાળવાશે? નવા દર મુજબ સ્થાનિક ખરીદી માટે અલગ-અલગ સામગ્રીની રકમ પણ નક્કી કરવામાં આવી છે. તેમાં તુવેરદાળ માટે ₹ 1.24, આખા ચણા માટે ₹ 0.85, આખા મગ માટે ₹ 1.30, ગોળ માટે ₹ 0.525, મોસમી લીલાં શાકભાજી માટે ₹ 0.83, ફળો માટે ₹ 2, સીંગદાણા અથવા તલ માટે ₹ 0.65, મસાલા માટે ₹ 0.60 અને સ્થાનિક પરિવહન માટે ₹ 0.50ની જોગવાઈ છે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકરોને ભોજનની સામગ્રીની સ્થાનિક ખરીદી માટે વધુ નાણાકીય સહાય મળશે. સરકારનો હેતુ નાના બાળકોને વધુ પૌષ્ટિક અને વૈવિધ્યસભર ગરમ ભોજન પૂરું પાડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    સાવધાન! ક્રેડિટ કાર્ડ અપડેટ અને વોટ્સએપ ફાઈલ ખોલવી પડી મોંઘી!:સાયબર ફ્રોડના બે કિસ્સામાં મેડિકલ ઓફિસર અને વૃદ્ધ ખેડૂત સાથે રૂ.3.27 લાખની છેતરપિંડી
    Next Article
    Mark Zuckerberg Took $200 Billion AI Bet Before Knowing It Would Work

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment