Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવધાન! ક્રેડિટ કાર્ડ અપડેટ અને વોટ્સએપ ફાઈલ ખોલવી પડી મોંઘી!:સાયબર ફ્રોડના બે કિસ્સામાં મેડિકલ ઓફિસર અને વૃદ્ધ ખેડૂત સાથે રૂ.3.27 લાખની છેતરપિંડી

    22 hours ago

    વડોદરા શહેરમાં સાયબર ફ્રોડના અલગ અલગ બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં સાયબર ઠગોએ ક્રેડિટ કાર્ડ અપડેટ અને વોટ્સએપ હેકિંગના નામે બે અલગ-અલગ બનાવમાં રૂપિયા 3.27 લાખોની ઠગાઈ આચરતા બે પોલીસ મથકમાં અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. પ્રથમ ઘટનામાં, હાલોલની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં રહેતા ડૉ. દિગ્વિજયસિંહ પ્રવિણસિંહ ગઢવી સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેઓને એક અજાણ્યા નંબર પરથી ફોન કરનારે ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડની પ્રોટેક્શન ફી માફ કરવાના બહાને indusrewards.web.app વેબસાઈટ ઓપન કરાવડાવી હતી. ઠગોએ ક્રેડિટ કાર્ડની વિગતો મેળવીને ઓટીપી દ્વારા કારેટલેન પરથી કુલ રૂ.1,92,876ની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે બીજા બનાવમાં, મકરપુરા વિસ્તારના જાંબુઆ ખાતે રહેતા 69 વર્ષીય ખેડૂત હસમુખભાઈ ચીમનભાઈ પટેલ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. તેમના મિત્રના વોટ્સએપ પરથી એનિવર્સરીની ફાઇલ આવ્યા બાદ ફોન હેંગ થઈ ગયો હતો અને તમામ સંપર્કોને મેસેજ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બે બેંકના ખાતામાંથી ખાતામાંથી વેલસન નામના વ્યક્તિના નામે કુલ રૂ.1,95,00 ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર થઈ ગઈ હતી. બંને વ્યક્તિઓએ આ બનાવ અંગેની જાણ નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી ઓનલાઇન ફરિયાદો નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    OpenAI ઓફિસમાં જાસૂસી કરવાનો પ્રયાસ કરનારની ધરપકડ:ટીવી પાછળ રેકોર્ડર લગાવ્યું હતું, AIની મદદથી સાઉદી નાગરિકની ઓળખ થઈ
    Next Article
    આંગણવાડીના બાળકોના ભોજનનો દર 67 ટકા વધ્યો:રોજ પ્રતિ બાળક ₹8.50 ખર્ચાશે, 16.17 લાખ બાળકોને વધુ પૌષ્ટિક ભોજન મળશે; મેનુમાં મગ-ચણા, દાળ, લીલાં શાકભાજી-ફળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment