Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6,6,4,4 અને W:બીજી ઓવરમાં ડેરીલ મિચેલે સતત બાઉ્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની બીજી વિકેટ પડી

    18 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ આજે ઑકલેન્ડમાં મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 ઓવરમાં 34/2 છે. ટીમ તરફથી ફિન એલન અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી અને ભુવનેશ્વર કુમાર આ મેચ રમી રહ્યા નથી. જ્યારે, ઈશાન કિશન અને મયંક યાદવને પ્લેઇંગ-11માં તક મળી છે. ઈશાન ઈજાને કારણે છેલ્લી 2 મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ રમેલા વૈભવે છેલ્લી મેચમાં 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. તેણે અભિષેક સાથે પ્રથમ વિકેટ માટે સૌથી ઝડપી સદીની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા 5 મેચની સિરીઝમાં પહેલેથી જ 3-0ની અજેય સરસાઈ મેળવી ચૂકી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મયંક યાદવ અને પ્રિન્સ યાદવ. ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, જેકબ ડફી, મેટ ફિશર.
    Click here to Read More
    Previous Article
    Gold Silver Crash: चांदी एक झटके में 4,000 रुपये गिरकर ₹1.85 लाख पर आई, सोना भी हो गया सस्ता, जानें ताजा भाव
    Next Article
    શું 1 દિવસ EMI મોડો ભરવાથી સિબિલ ખરાબ થાય છે:બેંકો દર અઠવાડિયે ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ મોકલે છે; ઑટો-ડેબિટ ફેલ જાય તો તરત કરો આ 3 કામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment