Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું 1 દિવસ EMI મોડો ભરવાથી સિબિલ ખરાબ થાય છે:બેંકો દર અઠવાડિયે ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ મોકલે છે; ઑટો-ડેબિટ ફેલ જાય તો તરત કરો આ 3 કામ

    10 hours ago

    જો તમે લોન EMIની ડ્યુ ડેટ ભૂલી ગયા છો અને પેમેન્ટ 1 દિવસ મોડું થઈ ગયું છે, તો તમારા મનમાં સૌપ્રથમ સવાલ આવે છે કે શું તેના કારણે સિબિલ/ક્રેડિટ સ્કોર તરત જ ઘટી જશે? જવાબ છે- ક્રેડિટ સ્કોર પર તરત મોટી અસર ભલે ન પડે, પરંતુ પેનલ્ટી અને લેટ ફીથી બચવું મુશ્કેલ છે. ઘણીવાર બોરોઅર્સ એવું માની લે છે કે 1 દિવસના વિલંબને બેંક અવગણી દેશે અથવા ગ્રેસ પિરિયડ મળ્યા બાદ લેટ-પેમેન્ટ ચાર્જિસ લાગશે નહીં. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના નિયમો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લોન પેમેન્ટમાં 1 દિવસનો વિલંબ પણ તમારા અકાઉન્ટને ઓવરડ્યુ કેટેગરીમાં મૂકી શકે છે. શું 1 દિવસ EMI મોડી થવા પર પેનલ્ટી લાગશે? હા, 1 દિવસના વિલંબ પર પણ લેટ પેમેન્ટ ચાર્જિસ લાગી શકે છે. જો બેંક તમને ગ્રેસ પિરિયડની સુવિધા આપે છે, તો પણ તે લેટ ફી અથવા પેનલ્ટી માફ કરવા માટે બાધ્ય નથી. ચાર્જિસ કેટલા લાગશે, તે તમારા લોન એગ્રીમેન્ટની શરતો પર નિર્ભર કરે છે. બેંકો પેનલ્ટી ચાર્જિસ પર વ્યાજ વસૂલી શકતી નથી બેંક પેનલ્ટીની રકમને તમારી મૂળ લોનમાં ઉમેરીને તેના પર ફરીથી વ્યાજ વસૂલ કરી શકતી નથી. પેનલ્ટી ચાર્જિસ નિયમિત વ્યાજથી સંપૂર્ણપણે અલગ હોય છે. ક્રેડિટ સ્કોર ક્યારે ખરાબ થાય છે? ઑટો-ડેબિટ ફેલ જાય ત્યારે શું કરવું? જો તમારી EMI માટે ઑટો-અકાઉન્ટ ડેબિટ (NACH/ECS) સેટ હોય અને અકાઉન્ટમાં બેલેન્સ ન હોવાને કારણે અથવા ટેકનીકલી ખામીને કારણે પેમેન્ટ બાઉન્સ થઈ જાય… EMI ચૂકી ગયા પછી ક્રેડિટ સ્કોર કેવી રીતે બચાવશો? CIBIL સ્કોરમાં DPD શું હોય છે? જ્યારે તમે તમારી ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો છો, ત્યારે તેમાં DPD વિભાગ હોય છે. જો ત્યાં '000' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તમે તમામ ચુકવણીઓ સમયસર કરી છે. જો ત્યાં '030' અથવા '060' લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તમે 30 અથવા 60 દિવસ મોડું પેમેન્ટ કર્યું હતું. '000' સિવાયનો કોઈપણ નંબર ભવિષ્યમાં નવી લોન મળવાની શક્યતા ઘટાડે છે.
    Click here to Read More
    Previous Article
    6,6,4,4 અને W:બીજી ઓવરમાં ડેરીલ મિચેલે સતત બાઉ્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની બીજી વિકેટ પડી
    Next Article
    કેટલાકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છે: ભીલડીમાં મોદી:રાહુલને ટોણો માર્યો-બનાસકાંઠાના લોકો આલુમાંથી સોનુ બનાવે છે, અહીં આવી કોઈ નથી કહેતું કે આલુમાંથી સોનું બનાવીશું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment