Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6,6,4..નીતિશ રાણાએ શિવાંગ કુમારને ધોયો:તેના અને રાહુલ વચ્ચે જોરદાર પાર્ટનરશીપ, હૈદરાબાદે દિલ્હીને 243 રનનો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    અભિષેકની જબરદસ્ત સેન્ચુરિયન ઇનિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ IPLમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સ (DC)ને 243 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. SRHએ 20 ઓવરમાં બે વિકેટે 242 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીનો સ્કોર 8 ઓવરમાં 86/1 છે. ટીમ તરફથી કેએલ રાહુલ અને નીતિશ રાણા ક્રિઝ પર છે. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ અણનમ 135 રનની શાનદાર ઇનિંગ રમી. તેણે 68 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. બંનેએ અણનમ 66 રનની ભાગીદારી કરી. અભિષેક સિવાય, ટ્રેવિસ હેડે 37 અને ઈશાન કિશને 25 રનનું યોગદાન આપ્યું. દિલ્હી તરફથી અક્ષર પટેલે એક વિકેટ ઝડપી, જ્યારે એક બેટર રનઆઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 SRH: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, હર્ષ દુબે, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા. ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિલશાન મદુશંકા. DC: કેએ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, નીતિશ રાણા, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર અને ટી. નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: ત્રિપૂર્ણા વિજય, આશુતોષ શર્મા, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા અને આકિબ નબી.
    Click here to Read More
    Previous Article
    Mumbaikars lost over Rs 1,000 crore to cyber fraud in 2025, barely one-tenth recovered
    Next Article
    એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ:વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યું 'VOTE', પરિવારોમાં 100 ટકા મતદાન કરાવવા લીધા શપથ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment