Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:એક ફ્લેટે 6.60 લાખની ખોટ ખાઈ મનપાએ 2 લાખમાં 1 BHKના 1057 ફ્લેટ વેચવા કાઢ્યા, ખરીદવા માટે ફોર્મ ભરાયા માત્ર 600

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકાએ સ્લમ વિસ્તારોના ડેવલપમેન્ટ અંતર્ગત BSUP યોજના અમલમાં મૂકી હતી. જે હેઠળ કાલાવડ રોડ અને પોપટપરમાં વર્ષ 2010માં 1057 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ ફ્લેટ સ્લમ વિસ્તારોના અસરગ્રસ્તોને ફાળવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ રૈયાધારના પરિવારોને બે વર્ષ માટે ફાળવીને તેમાં તાળાં મારી દેવામાં આવ્યા હતા. આઠ વર્ષ સુધી બંધ રહેતા આ આવાસો જર્જરિત થઈ ગયા હતા. હવે કરોડોના ખર્ચે રિનોવેશન કર્યા બાદ તંત્ર આ ફ્લેટ ગરીબ પરિવારોને માત્ર 2 લાખ રૂપિયામાં વેચવા કાઢ્યા છે, જેમાં મનપાને કરોડો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ, આવાસના ફોર્મ ભરવામાં પણ લોકો રસ ન દાખવતા 15 દિવસમાં ફક્ત 600 ફોર્મ ભરાયા છે, જેનાથી તંત્ર મૂંઝવણમાં મુકાઈ ગયું છે. કાલાવડ રોડ અને પોપટપરમાં આવેલી BSUP યોજનાના આ 1057 આવાસ ખાસ કરીને સ્લમ વિસ્તારના ડિમોલિશનના અસરગ્રસ્તો માટે બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ન થતા આ ફ્લેટ્સ આવારા તત્ત્વોનો અડ્ડો બની ગયા હતા. હવે તેનું રિનોવેશન કરી મામૂલી રકમમાં વેચીને તંત્ર હાથ ખંખેરી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીના ખોટા નિર્ણયો અને રિનોવેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં મનપાને એક ફ્લેટ દીઠ રૂ.6.60 લાખની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનું નાટક મનપાએ BSUP આવાસના રિનોવેશન અને રેન્ટિંગ માટે એજન્સીને કામ સોંપ્યું હતું, પરંતુ રિનોવેશન કર્યા બાદ ‘ફ્લેટ ભાડે નથી જતા’ તેવું બહાનું આગળ ધરીને કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા. આ સ્થિતિમાં તંત્રએ પોતાની આબરૂ બચાવવા માટે એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનું નાટક કરી તેને છૂટો દોર આપી દીધો હતો. 16-16 કરોડનો બે વાર રિનોવેશન ખર્ચ કર્યો, ભાડે આપવાની યોજના પણ નિષ્ફળ નીવડી આવાસ યોજનાના એક જ પ્રોજેક્ટને અનેક નામ આપવામાં આવ્યા, છતાં અસરગ્રસ્તોને ફાળવવા અને ભાડે આપવા સહિતની તમામ યોજનાઓ નિષ્ફળ નીવડી હતી. આખા પ્રોજેક્ટના ઇતિહાસ પર નજર કરીએ તો, આ આવાસનો મુખ્ય હેતુ સ્લમ વિસ્તારના અસરગ્રસ્તોને તેમના વિસ્તારમાં નવા આવાસ બને ત્યાં સુધી અહીં થોડો સમય આશરો આપવાનો હતો. આ યોજના નિષ્ફળ જતાં મહાનગરપાલિકાએ તેને ભાડે આપવા સરકાર પાસે મંજૂરી માગી. 2018માં માગેલી મંજૂરી છેક 2021માં મળી. આ સમય દરમિયાન મનપાએ રિનોવેશન માટે 16 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ત્યારબાદ ટેન્ડર મારફત એજન્સીને ભાડાપટ્ટે આવાસ અપાયા, પરંતુ તે પહેલાં ફરી રિનોવેશન કરવાનું હતું, જેની પાછળ બીજા 16 કરોડનો ખર્ચ થયો. કામ શરૂ કર્યા બાદ એજન્સીને ભાન થયું કે આ ફ્લેટ ભાડે લેનાર કોઈ નથી, એટલે રિનોવેશનનો ખર્ચ કરાવી તેણે કામ પડતું મૂકી દીધું. આમ, બે-બે વખત 16-16 કરોડના ખર્ચ અને બે વાર યોજના બદલવા છતાં પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો. હવે ફરીથી રિનોવેશન કરી ફ્લેટ વેચવા કાઢ્યા છે, જેમાં કેટલા વેચાય છે તે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    થાઈલેન્ડમાં ભારતીય ટુરિસ્ટ પર વંશીય ટિપ્પણી:રેસ્ટોરન્ટ સ્ટાફ બોલી- ઇન્ડિયા વેરી બેડ; પોલીસ બોલાવતા મેનેજરે માફી માંગી
    Next Article
    વાતાવરણ:40.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ત્રીજું સૌથી ગરમ શહેર, તાપમાન 43 ડિગ્રીએ પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment