Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:40.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ત્રીજું સૌથી ગરમ શહેર, તાપમાન 43 ડિગ્રીએ પહોંચશે

    1 week ago

    રાજ્યમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગરમીમાં મોખરે રહ્યા બાદ, મંગળવારે અમરેલીએ બાજી મારી છે અને 41.1°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. 40.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું ત્રીજું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજકોટમાં પણ બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા, જ્યાં મહત્તમ તાપમાન 40.7°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો 15-20 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે, જે ગરમીના અનુભવમાં વધારો કરશે. 3 દિવસમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી કરાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ તાપમાનમાં ધીમે-ધીમે 2°C થી 3°C નો વધારો થશે. ખાસ કરીને 26 એપ્રિલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે ગરમીનો પ્રકોપ ચરમસીમાએ હોઈ શકે છે. રાજકોટ અને રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 42°C થી 43°C સુધી પહોંચવાની સંભાવના છે. વધતી જતી ગરમીને કારણે આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે. ટૂ-વ્હિલર ચાલકોએ મોઢે રૂમાલ કે દુપટ્ટો બાંધવો અને હાઈડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવું. 26 એપ્રિલે મતદાન કરવા જતા નાગરિકોએ છત્રી અને પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. ક્યાં કેટલું તાપમાન શહેર તાપમાન મહત્તમ અમરેલી 41.1 ડિગ્રી રાજકોટ 40.7 ડિગ્રી ભાવનગર 37.8 ડિગ્રી દ્વારકા 30.6 ડિગ્રી પોરબંદર 36.0 ડિગ્રી વેરાવળ 34.2 ડિગ્રી રાષ્ટ્રીય સ્તરે લૂનો પ્રકોપ | પાડોશી રાજ્યોમાં પારો 44 ડિગ્રીને પાર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત ગરમીની ચપેટમાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભયંકર લૂ ફૂંકાઈ રહી છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં તાપમાન 44°C ને વટાવી ગયું છે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાતના સરહદી જિલ્લાઓ પર પણ જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:એક ફ્લેટે 6.60 લાખની ખોટ ખાઈ મનપાએ 2 લાખમાં 1 BHKના 1057 ફ્લેટ વેચવા કાઢ્યા, ખરીદવા માટે ફોર્મ ભરાયા માત્ર 600
    Next Article
    ધરપકડ:1 કિલો ગાંજો લાવી નશેડી અન્ય શખ્સને 600 ગ્રામ વેચે તે પહેલા ઝડપાઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment